ભાવનગરમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કમલપુષ્પ અભિયાન અંતર્ગત જુના જનસંધી કાર્યકરો સાથે વાર્તાલાપ કરી

70

જુના કાર્યકરો સાથે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુખદુઃખના પ્રસંગો વાગોળ્યા હતાં
ભાવનગરના પૂર્વ પ્રભારી તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી તેમજ ગુજરાતમાં “કમલપુષ્પ અભિયાન” જેમના નેજા હેઠળ થઈ રહ્યો છે તે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જુના જનસંધી કાર્યકરો સાથે વાર્તાલાપ કરી હતી. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ રાજીવ પંડ્યા, ગીરીશ શાહ, નંદકુવરબા મહિલા કોલેજના ભરતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ભાવનગરના કમલપુષ્પો જેમ કે, દિલીપ મહેતા, મહેન્દ્ર પંડયા, જીવણ પટેલ, લક્ષમણ રાધેશ્વર, કિશોર ભટ્ટ, જાગડમલ કનૈયાલાલ સાથે ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા વાર્તાલાપ કરવામાં આવી હતી.

સ્વયં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ જનસંઘના સ્થાપના કાળથી વિપરીત સમયે પક્ષ માટે ભોગ આપ્યો ત્યારે જુના કાર્યકરો સાથે તેમને સુખદુઃખના પ્રસંગો વાગોળ્યા હતાં. ગિરીશ શાહના ઘેર આયોજિત આ ગોષ્ઠી દરમિયાન ભાવનગર મહાનગરના કમલપુષ્પ અભિયાનના સંયોજક હરેશ પરમાર સહસંયોજક તેજસ જોશી તેમજ મહેન્દ્રસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. નમો એપમાં ‘કમલપુષ્પ’ સેગમેન્ટમાં ભાજપ માટે વર્ષોથી કાર્ય કરનારા કાર્યકરોની માહિતી આપવામાં આવનાર છે. ત્યારે કોણ હતા આ કાર્યકરો ? કેવા વિપરીત સમયમાં તે લોકોએ કામગીરી બજાવી ? કલમ 370 હટાવવા માટેનું આંદોલન હોય કે પછી કટોકટી સમયે લોકશાહી બચાવવાનો સંઘર્ષ હોય, રામ મંદિર નિર્માણ અભિયાન હોય, કે કેરળ અને બંગાળ જેવા રાજ્યોમાં ભાજપાના વિસ્તારની બાબત હોય છે, જનસંઘ-ભાજપનો કાર્યકર્તા હંમેશા પાર્ટીનો આધારસ્તંભ રહ્યો છે. જેમણે ક્યારેય પ્રસિદ્ધિ કે ક્રેડીટ લેવાનો પ્રયત્ન પણ નથી કર્યો, જેઓ 1980 પહેલાના જનસંઘથી લઈને આજ સુધી પાર્ટી માટે સતત કાર્ય કરતા આવ્યા છે. આવા કાર્યકરોનો સમાવેશ કમલ પુષ્પમાં કરવામાં આવ્યો છે. આવા કાર્યકરોનો જીવન વૃતાંત ‘નમો’ એપમાં મુકવામાં આવનાર છે. ગત 25 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ સાથે નમો એપના માધ્યમથી સંવાદ કર્યો હતો. તે દરમિયાન વડાપ્રધાને ‘કમલપુષ્પ’ની વાતનો ઉલ્લેખ કર્યો હતો.

Previous articleહિમાચલપ્રદેશમાં ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં ૭ મહિલાનાં મોત
Next article700 કરોડના જીએસટી ચોરી કૌભાંડના મુખ્ય આરોપીની અમદાવાદમાંથી જ એટીએસની ટીમે ધરપકડ કરી