દેશના ૧૬ રાજ્યોમાં ૧૦ કલાક સુધી વિજળી કાપ

35

કોલસાના કારણે ઘેરાતા સંકટ વચ્ચે દિલ્લી સરકારે મેટ્રો અને હોસ્પિટલો સહિત રાજધાનીની સરકારી હોસ્પિટલો સહિત ઘણી જરુરી સંસ્થાઓને ૨૪ કલાક વિજળી પુરવઠામાં અસમર્થતા વ્યક્ત કરી
નવીદિલ્હી,તા.૨૯
દેશભરમાં અત્યંત ભીષણ ગરમીના કારણે વિજળીની માંગ વધી રહી છે જેના કારણે દેશના ચોથા ભાગના પાવર પ્લાન્ટ બંધ છે. પરિણામે ૧૬ રાજ્યોમાં ૧૦ કલાક સુધી વિજળી કાપ મૂકવાનો શરુ થઈ ગયો છે. સરકારી રેકૉર્ડ મુજબ દેશભરમાં ૧૦ હજાર મેગાવૉટ એટલે કે ૧૫ કરોડ યુનિટનો કાપ થઈ રહ્યો છે પરંતુ વિજળીની કમી વાસ્તવમાં ઘણી વધુ છે. વળી, વિજળી કાપની અસર હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં પણ થવા લાગી છે. કોલસાની કમીના કારણે ઘેરાતા સંકટ વચ્ચે દિલ્લી સરકારે મેટ્રો અને હોસ્પિટલો સહિત રાજધાનીની સરકારી હોસ્પિટલો સહિત ઘણી જરુરી સંસ્થાઓને ૨૪ કલાક વિજળી પુરવઠામાં અસમર્થતા વ્યક્ત કરી છે. દિલ્હીના વિજળી મંત્રી સત્યેન્દ્ર જૈને સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઈમરજન્સી બેઠક કરી હતી આ સાથે જ કેન્દ્રને પત્ર લખ્યો અને અનુરોધ કર્યો કે તે રાષ્ટ્રીય રાજધાનીને વિજળી પુરવઠો આપતા પાવર પ્લાન્ટને પૂરતા કોલસાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે. સત્યેન્દ્ર જૈને જણાવ્યુ કે દાદરી-૨ અને ઉંચાહાર વિજળી સ્ટેશનોથી વિજળીનો પુરવઠો બાધિત થઈ શકે છે. હાલમાં દિલ્લીમાં વિજળીની ૨૫-૩૦% માંગ આ વિજળી સ્ટેશનોથી જ પૂરી કરવામાં આવી રહી છે. આ સ્ટેશનોમાં છેલ્લા અમુક દિવસોથી કોલસાની કમી છે. એવામાં મુશ્કેલી વધી શકે છે. આ તરફ એકલા ઉત્તર પ્રદેશમાં જ ૩૦૦૦ મેગાવૉટથી વધુની કમી છે. ત્યાં ૨૩ હજાર મેગાવૉટ વિજળીની માંગ છે જ્યારે સપ્લાય ૨૦ હજાર મેગાવૉટ છે. વિજળી કાપનુ મુખ્ય કારણ દેશના એક ચતુર્થાંશ વિજળી પ્લાન્ટ્‌સનુ બંધ થવુ છે. આમાંથી ૫૦% પ્લાન્ટ કોલસાની કમીના કારણે બંધ છે. દિલ્લી જ નહિ દેશના ઘણા રાજ્યોમાં વિજળી સંકટ વધવાની સંભાવના વધી ગઈ છે. ભીષણ ગરમી અને કોલસાની કમીના કારણે દેશના ઘણા રાજ્યોમાં વિજળી સંકટ છે. પાવર પ્લાન્ટ્‌સમાં ઓછા ઉત્પાદન વચ્ચે રાજ્ય ભારે માંગને પૂરી કરવા માટે ઝઝૂમી રહ્યા છે. દેશમાં વિજળીની કુલ કમી ૬૨.૩ કરોડ યુનિટ સુધી પહોંચી ગઈ છે. આની પાછળ કોલસાની કમીને માનવામાં આવી રહી છે. દેશમાં પાવર પ્લાન્ટ્‌સનો ભંડાર છેલ્લા નવ વર્ષોમાં સૌથી ઓછો છે. જે રાજ્યો કે વિસ્તારોમાં હવામાન તરફથી મહત્તમ તાપમાન વધવાની ચેતવણી આપવામાં આવી છે ત્યાં વિજળીની માંગમાં પણ વધારો થવાની સંભાવના છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકોલસા માટે માલગાડીઓ દોડાવવા માટે ૬૭૦ પેસેન્જર્સ ટ્રેન રદ કરાઈ