ગુજરાત સ્થાપના દિવસે નિમિતે રોટરી ક્લબ ભાવનગર દ્વારા 15મો સાઈકલ મેરથોનનું આયોજન કરાયું

166

સાયકલોથોનનો હેતુ આ વર્ષે સાક્ષર ભારત વિશે લોકોને જાગૃત કરવા લિટરેટ ઇન્ડિયા મેસેજ
ભાવનગરની સૌથી જૂની અને જાણીતી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા આજરોજ 1મે ના રોજ ગુજરાત સ્થાપનાદિનના દિવસે નિમિતે સાઈકલ મેરથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ, કલેકટર યોગેશકુમાર નીરગુડે, આઈ.જી. અશોકકુમાર યાદવ, ભાવનગરના એ.એસ.પી સફિન હસન ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કર્યા હતા.

રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા સતત 15 માં વર્ષે સાક્ષર ભારતના અભિયાન હેઠળ રોટરી સાયકલોથોન 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું, આ સાયકલોથોન માં મુખ્ય સ્પોન્સર તરીકે ક્રિશ ડેવલોપર્સ (બંસલ ગ્રુપ) અને કો-સ્પોન્સર તરીકે ડાયમંડ ટી.એમ.ટી નો સહયોગ પ્રાપ્ત થયો હતો, વેન્યુ પાર્ટનર તરીકે બી.પી.એસ સ્કૂલ સાથે જોડાયેલ હતી. દર વર્ષે અવનવા અભિયાન હેઠળ યોજાતી સાયકલોથોનમાં આ વર્ષે સાક્ષર ભારત વિશે લોકોને જાગૃત કરવા લિટરેટ ઇન્ડિયા મેસેજ રાખવામાં આવેલ આવ્યો હતો, આ અભિયાનમાં 8 વર્ષના નાના ભૂલકાઓથી લઈને 80 વર્ષના લોકોએ ભાગ લીધેલ હતો જેમાં લોંગ રૂટ (30 કી.મી) માં 250 લોકોએ અને શોર્ટ રૂટ (14 કી.મી) માં 2300 લોકોએ ભાગ લીધેલ હતો. આ સાયકલોથોનમાં ભાવનગર કલેકટર યોગેશકુમાર નીરગુડે, આઈ.જી. અશોકકુમાર યાદવ, એ.એસ.પી સફિન હસનએ પણ ભાગ લઈ સાઈકલ મેરથોન પૂર્ણ કરી હતી. શહેર રૂપાણી સર્કલ થી કરવામાં આવી હતી, કલેકટર અને આઈ.જી.બંને લોંગ રૂટમાં જ્યારે એ.એસ.પી. શોર્ટ રૂટમાં સાયકલિંગમાં સાથે જોડાય લોકો ને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાયકલોથોનની ક્લોઝિંગ સેરેમની ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ હતી, શોર્ટ અને લોંગ રૂટમાં જુદા જુદા ગ્રુપના વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા, સાથે લક્કી ડ્રો પણ રાખવામાં આવ્યા હતા ભાગ લેનાર દરેકને ટીશર્ટ, કેપ, સર્ટિફિકેટ અને નાસ્તો આપવામાં આવ્યો હતો, આ ઉપરાંત જરૂરીયાતમંદ 20 બહેનો અને બાળકોને નવી સાયકલ આપવામાં આવી હતી, આ આયોજનમાં રોટરી ફેમિલી મેમ્બર્સ ઉપરાંત અન્ય સંસ્થાઓ અને લોકોનો ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવે છે ડોક્ટર અને હેલ્થકેર સેવાઓઃ સુપ્રીમ
Next articleભાવનગરમાં 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસની ઉજવણી કરાઇ