શહેરમાં અષાઢે શ્રાવેણી સરવડા

196

શહેર-જિલ્લામાં વરસાદની અનિશ્ચિતતાથી ખેડુતોમાં ચિંતાના વાદળો છવાયા
અનરાધાર વરસાદ માટે જુલાઈ માસ ધોરી મહિનો ગણવામાં આવે છે ભાવનગર શહેર-જિલ્લામાં આ ધોરી માસ અષાઢના લગલગાટ ૧૩ દિવસ કોરાં ધાકોડ વિતી જતાં ખેડૂતો-લોકો ના મનપર ચિંતાના વાદળો ઘેરાયા છે.ભાવનગર શહેરમાં વાતાવરણ માં ભેજનું પ્રમાણ ૮૦ ટકાએ પહોંચ્યુ છે સવારથી જ નભ મધ્યે કાળાં ડિબાંગ વાદળો ઘેરાઈ આવે છે અને લાગે કે ગણતરીના સમયમાં ધોધમાર વરસાદ તૂટી પડશે પરંતુ બરાબર એ જ સમયે “વા” -પવન ની વિલન રૂપી એન્ટ્રી થાય છે અને વરસવા લાયક વાદળોને ગણતરી ની મિનિટોમાં વેર-વિખેર કરી દે છે આ ક્રમ શહેરમાં છેલ્લા એક સપ્તાહ થી ચાલી રહ્યો છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં અનરાધાર મેઘ મહેર વરસી રહી છે આથી આ વર્ષે ભાવનગર માં વરસાદ “દગો” આપશે. કે કેમ એવી ચર્ચાઓ એ વેગ પકડ્યો છે કારણકે જિલ્લા ના તાલુકાઓમાં આવેલ અનેક ગામડાઓમાં વાવેતર વરસાદ અભાવે નિષ્ફળ ગયું છે એટલે જગતનાં તાત ને રાત-દિવસ ચિંતા કોરી ખાય છે છેલ્લા ત્રણેક દિવસથી બપોરના સમયે ઝરમર વરસાદ રૂપે હાજરી ચોક્કસ પુરાવે છે પરંતુ લોક અપેક્ષા મુજબ માંડી મેઘ વરસતા નથી અષાઢ માસનાં તહેવારો જેમાં ગૌરીવ્રત, જયા-પાર્વતી વ્રત શરૂ થઈ ગયા છે પરંતુ વરસાદ ના કોઈ સારા વાવડ નથી મળી રહ્યાં ત્યારે શ્રધ્ધાળુઓ કુદરતને પ્રાર્થના ઓ પણ કરી રહ્યાં છે કે કસોટી પૂર્ણ કરો અને કમસેકમ અબોલ પશુ ઓ ના ભોગે તો કૃપા કરો.

Previous articleનિયમો બદલાયાઃ કાશ્મીરી યુવતી સાથે લગ્ન કરનાર સ્થાનિક નિવાસી બની શકે
Next articleભાવનગર જિલ્લામાં આવેલા મોટાભાગના જળાશયો છલોછલ, દોઢ વર્ષ સુધી પાણીની સમસ્યા હલ