ટ્રાફિક પોલીસ પોકેટ કેમેરાથી થઇ સજ્જ : દંડ સહિતની તમામ કાર્યવાહીનું થશે રેકોર્ડીંગ

22

ભાવનગર ટ્રાફિક પોલીસના કર્મચારીઓ હવે ટ્રાફિક પોઇન્ટ પર પોકેટ કેમેરા સાથે ફરજ બજાવતા જોવા મળશે. શહેરમાં દરેક ટ્રાફિક પોઇન્ટ પર ઉભા રહેતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને પોકેટ કેમેરા આપી દેવાયા છે જે તેણે પોતાના ઉપરના ખીસ્સામાં લગાવવાના રહેશે. આ કેમેરામાં તમામ બાબત રેકોર્ડ રહેશે. ખાસ કરીને કોઇ વાહન ચાલકને અટકાવવામાં આવે ત્યારે ટ્રાફિક પોલીસ સાથે ઉધ્ધતાઇથી થતું વલણ અટકાવવા આ પ્રયોગ કરાયો છે. ટ્રાફિક પોલીસ સાથે કોઇ ગેરવર્તન કરશે તો આ કેમેરામાં થયેલા રેકોર્ડીંગના આધારે તેની સામે કાર્યવાહી થઇ શકશે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ કર્મચારી પણ ગેરવર્તન કરશે તો અન્ય કોઇ નિયમનું ઉલ્લંઘન કરશે તો તે પણ આ કેમેરામાં રેકોર્ડ થઇ જશે. આમ ટ્રાફિક પોલીસ અને પ્રજાના બંનેના હિતમાં આ પોકેટ કેમેરા કામ કરશે તેમ જાણવા મળ્યું છે.

Previous articleજગદીશ્વરાનંદ પ્રા. શાળા એ સમૂહ ગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ
Next articleકટ્ટરવાદના વિરોધમાં વિહિપ અને બજરંગદળનું આવેદન