ગામમાં સ્વિમિંગ પૂલ ન હોવાથી ચેકડેમમાં પ્રેક્ટિસ કરીને સ્કૂલના બાળકો રાજ્યની સ્વિમીંગ સ્કૂલમાં નવ બાળકો પસંદ થયાં

60

રાજ્યની સ્વીમીંગ સ્કૂલમાં મોટી પાણીયાળી કે.વ. શાળાના એક સાથે નવ બાળકો પસંદ થયાં : સમગ્ર ગુજરાતમાં એક જ ગામના સૌથી વધુ બાળકોની પસંદગી
‘મન હોય તો માળવે જવાય અને અડગ મનના માનવી હિમાલય પણ નડતો નાથી’ આ કહેવતને ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ.શાળાના બાળકો એ ખરા અર્થમાં સાકાર કરી બતાવી છે. સમગ્ર ગુજરાતમાં એક જ ગામનાં સૌથી વધુ બાળકો ની પસંદગી થઇ છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા મુકામે યોજાયેલ રાજય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લઈને રાજ્ય કક્ષાના બાળકો વચ્ચે આ સિદ્ધિ મેળવી છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી ગામમાં સ્વિમિંગ પૂલ ન હોવાથી ચેકડેમમાં પ્રેક્ટિસ કરીને સ્કૂલના બાળકો રાજ્યની સ્વિમીંગ સ્કૂલમાં એક સાથે નવ બાળકો પસંદ થયાં છે.

સ્વિમીંગની વિવિધ ઈવેન્ટ ફ્રી સ્ટાઇલ, બેક સ્ટ્રોક, બટર ફલાય, બ્રેસ્ટ સ્ટ્રોકની કસોટી લેવામાં આવી હતી અને સમગ્ર ગુજરાતમાંથી ૫૨ ખેલાડીઓની પસંદગી થઇ છે ત્યારે મોટી પાણીયાળી ગામના એક સાથે નવ ખેલાડીઓની પસંદગી થતાં સમગ્ર શાળા પરિવારમાં આનંદની લાગણી થઇ હતી છે. ગામમાં સ્વિમીંગ પુલની સુવિધા ન હોવાથી શાળાના બાળકોને શાળાના આચાર્ય બી.એ.વાળા દ્વારા શાળા સિવાયના સમયે અને રજાઓમા પણ બાળકોને ચેકડેમમાં નિયમિત રીતે પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી. આમ, સગવડના અભાવ વચ્ચે ચેકડેમમાં પ્રેક્ટિસ કરીને વૈશાલી વાઘેલા, રવિના વાઘેલા, ધારા બારૈયા, જયદિપ પરમાર, અમરદિપ વાળા, સુર્યદિપ વાળા, રાજવિર વાળા, વૈભવ વાઘેલા, નરેશ સરવૈયા એમ કુલ નવ બાળકોએ શાનદાર સફળતા મેળવતાં સ્વીમીંગ સ્કૂલમાં પસંદગી પામ્યાં છે. જ્યારે સેજલ ગોહિલ એથ્લેટિકસ સ્કૂલમાં પસંદ થયેલ છે. આ અગાઉ ત્રણ બહેનો થોડા દિવસ અગાઉ સ્પોર્ટ્‌સ સ્કૂલમાં પસંદ પામી હતી.આ વર્ષે એક સાથે ૧૩ બાળકો પસંદગી પામ્યાં છે અને શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્ય છે. પસંદ થયેલ આ બાળકોને સ્પેશ્યલ કોચ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે અને આ બાળકોની શિક્ષણ ફી, હોસ્ટેલ ફી, સ્પોર્ટ્‌સ કિટ સહિત તમામ ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવશે. પસંદ થયેલ બાળકોના વાલીઓએ શાળા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.

Previous article૮ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં નાનકડી પરી પાર્થવીએ યુનિફોર્મમાં કાલીઘેલી ભાષામાં ઓમ ભૂર્ભૂવઃ સ્વઃ ગાઇને સૌનું મન મોહી લીધું
Next articleજિલ્લાની આંતરીક બદલીની કાર્યવાહી ખોરંભાઈ : બીજી સુચના સુધી સ્થગિત