જાફરાબાદમાં વરસાદ થતાં માછીમારોને ૧૦ કરોડનું નુક્શાન

1102

દરિયાઈ વેકેશન પૂરું થતાં શ્રાવણી પૂનમે માછીમારોએ દરિયા પૂજન કરી દરિયાઈ ખેતી નો પ્રારંભ કરી દીધો હતો  ત્યારે ૨દિવસ પેહલા જ જાફરાબાદ માં ધોધમાર ૨ઇંચ વરસાદ ખાબકતા જાફરાબાદ દરિયાઇ ખેડુતોએ દરિયામાંથી લાવી સુખવેલ કીમતી માછલીઓ પલળી ને સડી ગઈ એક ફિશિંગ બોટ માં ૪૦થી૫૦ હજાર નું ડિઝલ નાખી ને જાય છે માછીમારી કરવા  અને એક બોટ માં ૮ જેટલા ખલાસી હોય એક બોટ ૧૦થી ૧૫ ટન જેટલી માછલીઓ લાવે છે  એટલા માણસો નું ૧૫ થી ૨૦ દિવસ નું રસોડું હોય માણસો ને મજૂરી ચૂકવે છે  આ બધું ગણવામાં આવે તો ૧૦ કરોડ થી પણ વધુ  જેટલું નુકશાન થયું છે

જાફરાબાદ ના દરિયામાં બુમલા નામની માછલી ઓ પુષ્કળ થાય છે.રાજ્ય સરકાર પાસે સહાય ની માંગણી કરી છે જેમ ધરતી પુત્રો ને પાક નિષ્ફળ જય ત્યારે રાજ્યસરકાર સર્વે કરી ને સહાય આપે છે એમ અમે પણ દરિયાઈ ખેડૂત છીએ તો અમને પણ સર્વે કરી ને સહાય આપવા માંગ ઉઠી છે  માછલી સડી જતાં સહાય ની માગ કરતા માછીમારો : સહાય ન કરાય તો ગાંધીનગર ડેલીગેશન  જશે.

Previous articleમ.કૃ.ભાવ. યુનિ. દ્વારા સભાસદોની ૪૮મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
Next articleવાચસ્પતિ પુરસ્કાર અને ભામતી પુરસ્કાર અર્પણ સાથે સંસ્કૃત સત્રનું સમાપન