ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે સેવાભાવી સંસ્થા નિજાનંદ પરિવારનું સન્માન

59

ભાણગઢ ગામે અખાત્રીજે ભાણગઢ ગામના વિકાસમાં મદદરૂપ થનાર વ્યક્તિઓનું પણ સન્માન કરાયું તાજેતરમાં જ ભાવનગર શહેરની સ્થાપનાને ૩૦૦ માં વર્ષમાં પ્રવેશ કરવાં પર ભાવનગર શહેરમાં બોર તળાવ ખાતે આવેલ કૈલાસ વાટિકા ખાતે વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયાં હતાં. આ કાર્યક્રમોની ઉજવણીમાં ભાવનગરનો રાજવી પરિવાર પણ જોડાયો હતો. ભાવનગરની સ્થાપના અખાત્રીજના દિવસે થઇ હતી. આ જ દિવસે શિહોર તાલુકાના ભાણગઢ ગામે મહારાજાના કાર્યોને યાદ કરતાં ભગવાન સત્યનારાયણની કથા સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા કે જે વર્ષઃ ૨૦૧૫ થી નાતજાતના ભેદભાવ વગર કાર્ય કરી રહી છે. તેનું ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના હસ્તે ભાણગઢ ગામમાં આ સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવાને ધ્યાનમાં લઇને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

Previous articleસુપોષિત ગુજરાતના ધ્યેય તરફ મક્કમતાથી આગળ ધપતું ભાવનગર
Next articleગુજરાત અને તમિલનાડુમાં બનેલી અકસ્માતોની ઘટનાઓ પ્રત્યે મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલી