રાજુલા મામલતદાર કચેરીએ જાતિ-આવકના દાખલા કઢાવવા ભારે ભીડ

643

રાજુલા તાલુકામાં હવે શાળાના વેકેશન ખુલવાની નજીક છે ત્યારે અને ધો.૧૦ અને ૧૨ના પરિણામો આવી જતા વાલી વર્ગ એકાએક સફાળો જાગૃત થયો હોય તેમ જાતિ અને આવકના દાખલા કઢાવવા મામલતદાર કચેરીએ વહેલી સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી ભારે ભીડ જોવા મળે છે. જાતિના પ્રમાણપત્રો એન દાખલા કઢાવવા માટેનું એક જ ટેબલ હોવાથી રોજના સૈાથી ૨૦૦ ની લાઇનો લાગે છે. આમ રાજુલા મામલતદાર કચેરીમાં મહિલાઓ વિદ્યાર્થીઓ અને પુરૂષોની લાઇનો જોવા મળે છે. બીજી તરફ મામલતદાર ઓફીસ કચેરી દ્વારા દાખલા પ્રમાણપત્રો ઝડપભેર કાઢવાની કાર્યવાહી કરવી જોઇએ કારણ કે હાલ વિદ્યાર્થીઓ અને એડમિશન લેવા દોડધામ થઇ હોય છે ત્યારે એક જ દિવસમાં દાખલા નીકળી જાય તેવી કાર્યવાહી મામલતદાર કચેરી દ્વારા કરવી જોઇએ. અત્યારે સમય મર્યાદામાં એડમિશનની તારીખ હોય છે, અને તેમાં પ્રમાણપત્રોની પણ જરૂરી હોય છે. ત્યારે આ પ્રશ્ન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિદ્યાર્થીઓના નેતા ચિરાગભાઇ જોશીએ મામલતદાર કચેરી વાલીઓની ભીડે ધ્યાને રાખી એક મહિના પૂરતા વધુ બે ટેબલો કચેરીમાં ફાળવવા ડે.કલેકટર ડાભીને પત્ર દ્વારા રજુઆત કરેલ છે.

Previous articleવિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું
Next articleસણોસરામાં છાશ કેન્દ્રનો લાભ