જોસ બટલરે આઇપીએલની આ સિઝનની પ્રથમ ૧૦ ઇનિંગ્સમાં ૫૮૮ રન બનાવી કોહલીને પાછળ છોડી દીધો

42

મુંબઇ,તા.૬
આઇપીએલ ૨૦૨૨ રાજસ્થાન રોયલ્સના ઓપનર બેટ્‌સમેન જોસ બટલરે પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા છે. તે પોતાની ટીમ માટે એક જબરદસ્ત પર્ફોર્મર તરીકે ઉભરી આવ્યો છે, જેની બેટિંગ ક્રિકેટ ચાહકોનું ખૂબ જ મનોરંજન કરી રહી છે. જો કે, આ સિઝનની ૪૭મી મેચમાં બટલરનું બેટ કેકેઆર સામે વધુ ટકી શક્યું ન હતું અને તેણે પોતાની ટીમ માટે માત્ર ૨૨ રન બનાવ્યા હતા. આ મેચમાં રાજસ્થાનનો ૭ વિકેટે પરાજય થયો હતો, પરંતુ બટલર પોતાની ઇનિંગ્સના આધારે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો હતો.જોસ બટલરે કેકેઆર સામે ૩ ચોગ્ગાની મદદથી ૨૫ બોલમાં ૨૨ રન બનાવ્યા અને આ ઇનિંગના આધારે આઇપીએલ ૨૦૨૨ની પ્રથમ ૧૦ ઇનિંગ્સમાં ૫૮૮ રન બનાવ્યા. વાસ્તવમાં,આઇપીએલની એક સિઝનની પ્રથમ દસ ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના નામે હતો. વિરાટ કોહલીએ ૨૦૧૬ની સિઝનમાં પ્રથમ ૧૦ ઇનિંગ્સમાં ૫૬૮ રન બનાવ્યા હતા. હવે જોસ બટલરે આ સિઝનની પ્રથમ ૧૦ ઇનિંગ્સમાં ૫૮૮ રન બનાવ્યા અને કોહલીને પાછળ છોડી દીધો. હવે આઇપીએલની એક સિઝનની પહેલી ૧૦ ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ જોસ બટલરના નામે નોંધાયો છે. જોસ બટલરે આઇપીએલની ૧૫મી સીઝનમાં અત્યાર સુધી પોતાની ટીમ માટે ઘણા રન બનાવ્યા છે. અત્યાર સુધી રમાયેલી ૧૦ મેચોની ૧૦ ઇનિંગ્સમાં તેના બેટથી ૬૫.૩૩ની એવરેજથી ૫૮૮ રન થયા છે. આ સમયગાળા દરમિયાન બટલરની સ્ટ્રાઈક રેટ ૧૫૦.૭૭ રહી છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધીમાં ૩ સદી અને ૩ અડધી સદી ફટકારી છે, તેમજ તેના બેટથી ૫૦ ચોગ્ગા અને ૩૬ છગ્ગા ફટકાર્યા છે જ્યારે શ્રેષ્ઠ સ્કોર ૧૧૬ રન છે.

Previous articleકેટરીના કૈફેે સેલિબ્રેટ કર્યો મમ્મીનો ૭૦મો બર્થ ડે
Next articleપેટ્રોલ, ડીઝલ કોમર્શિયલ ગેસ સિલિન્ડર કંપનીની જેમ ફાધર ઓફ બોમ્બ જેવો આકરો ભાવવધારો કરો