ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ સામેની વન ડે સીરિઝ માટે ભારતીય ટીમ જાહેરઃ ધોનીનું કમબેક

1453

બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયામાં રમાનાર વન-ડે શ્રેણી અને ન્યૂઝીલેન્ડ સામે રમાનાર વન-ડે અને ટી-૨૦ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. જેમાં સૌથી ખાસ વાત એ છે કે મહેન્દ્રસિંહ ધોનીનો ફરી ટી-૨૦ ટીમમાં સમાવેશ કરાયો છે. આ પહેલા વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ ટીમમાં ધોનીને સ્થાન ન મળતા એવી ચર્ચા હતી કે ધોનીને હવે ટી-૨૦માં સ્થાન નહીં મળે તે ફક્ત વન-ડેમાં જ ધ્યાન આપશે. જોકે ધોનીને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ટી-૨૦ ટીમમાં વિકેટકિપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

ધોની ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીમાં પણ રમશે. ટી-૨૦ શ્રેણીમાં હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા બંનેનો ટીમમાં સમાવેશ કરાયો છે. રવિન્દ્ર જાડેજાને વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે અશ્વિનને એકપણ ટીમમાં સ્થાન મળ્યું નથી.

ન્યૂઝીલેન્ડ સામે ટી-૨૦ શ્રેણી માટે ભારતીય ટીમ – વિરાટ કોહલી(સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખાલિલ અહમદ.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ – વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખાલિલ અહમદ, મોહમ્મદ શમી.

Previous articleત્રીજી ટેસ્ટમાં હું સદી કે બેવડી સદી ફટકારી શકુ છુંઃ રહાણે
Next articleગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ સંસ્કૃત ભારતીના અધિવેશનનો પ્રારંભ કરાવ્યો