આજથી કાળાનાળાની તમામ હોસ્પિટલોમાં વીજ કાપ, ગરમીમાં દર્દીઓ શેકાશે

62

૨ દિવસ કાળાનાળા, જેલ રોડ પરની હોસ્પિટલોનો સાડા ચાર કલાક વીજ પુરવઠો બંધ રહેશે અને બુધવારે ફેરી બંદર ફીડરમાં રિપેરીંગ કામગીરી હાથ ધરાશે
શહેરમાં રહેણાંક વિસ્તાર બાદ હવે હોસ્પિટલો અને ઔદ્યોગિક એકમો પર સોમવારથી ત્રણ દિવસ સાડા ચાર કલાકનો લાઈટ કાપ ઝીંકવામાં આવ્યો છે. જેના કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુશ્કેલી વેઠવી પડે તેવી સ્થિતિ ઉભી થશે. પીજીવીસીએલ સિટી-૧ કચેરી દ્વારા વીજ લાઈન ઉપર રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા.૯-૫ને સોમવારે હોસ્પિટલ ફીડર હેઠળ આવતા ઓર્નેટ કોમ્પલેક્ષ, સુચક હોસ્પિટલ, ભક્તિબાગ, સમીપ કોમ્પલેક્ષ, સૂર્યદીપ કોમ્પલેક્ષ, હોટેલ જનરેશન-એક્સ, હોટેલ રસોઈ, સોલ હોસ્પિટલ, પંચકુટીર કોમ્પલેક્ષ, તૃપ્તિ ફ્લેટ, ડો.માલતીબેનનું દવાખાનું, તિર્થરાજ કોમ્પલેક્ષ, ટ્રેડ સેન્ટર, ડો.વીરડિયા હોસ્પિટલ, કહાન હોસ્પિટલ, માધવદીપ, કાળુભા રોડ અને આસપાસનો વિસ્તાર તેમજ તા.૧૦-૫ને મંગળવારે હોસ્પિટલ ફીડરના બજરંગદાસ હોસ્પિટલ (એચ.ટી.), બાહુબલી કોમ્પલેક્ષ, આકાર કોમ્પલેક્ષ, ભાજપ કાર્યાલય, બિમ્સ હોસ્પિટલ (એચ.ટી.), આયુષ પ્લાઝા, શેત્રુંજય રેસીડેન્સ, મેડીકલ ગર્લ્સ હોસ્ટેલ, ડોક્ટર્સ ક્વાર્ટરમાં સવારે ૬-૩૦થી ૧૧ વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાયેલો રહેશે. જ્યારે તા.૧૧-૫ને બુધવારે ૬-૩૦થી ૧૧ કલાક સુધી ફેરી બંદર ફીડરના મોર્ડન સ્ટોન અને આસપાસનો વિસ્તાર, સાંવરિયા સોલ્ટ (એચ.ટી.), મોડેસ્ટ (એચ.ટી), ભારત સોલ્ટ, ફેરી બંદર રોડ અને જૂના બંદર રોડના વિસ્તારમાં લાઈટ કાપ રહેશે. ઉલ્લેખનિય છે કે, સોમવાર અને મંગળવારે કાળાનાળા, સર ટી.હોસ્પિટલ-જેલ રોડ પર આવેલી હોસ્પિટલોમાં લાઈટ કાપનો ઝટકો સીધો દર્દીઓ પર અસર કરશે. ખાસ કરીને જનરેટરની વ્યવસ્થા ન હોય તેવી હોસ્પિટલોમાં દર્દીઓ ઉનાળાની ગરમીમાં શેકાઈ જશે.

Previous articleરાંધણગેસના ભાવ રૂ. ૫૦ નો વધારો થતા ભાવનગરની ગૃહિણીઓમાં રોષ
Next articleઢસામાં મહિલા મંડળ દ્વારા ભાગવત કથા