ભાવનગરમાં સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંતર્ગત પ્રજ્ઞાચક્ષુઓ માટેની રાજ્યકક્ષાની ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ

41

રાજયભરમાંથી લગભગ 100 જેટલા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ ભાગ લેશે
ભાવનગરમાં 11 મો સ્પેશ્યલ ખેલ મહાકુંભ 2022 પ્રજ્ઞાચક્ષુઓ માટેની રાજ્યકક્ષાની ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાનાં યજમાનપદે 11 મો સ્પેશ્યલ ખેલ મહાકુંભ 2022 રાજ્યકક્ષાની પ્રજ્ઞાચક્ષુઓ માટેની ચેસ સ્પર્ધા જિલ્લા કલેક્ટર યોગેશ નીર્ગુડે દ્વારા દિપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુ સોનાણીએ જણાવ્યું હતું કે, રાજયભરમાંથી લગભગ 100 જેટલા પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને સંસ્થા દ્વારા ખેલાડીઓ સાથે આવેલા સહાયકો, આરબીટર્સ વગેરે તમામની 2 દિવસ રહેવા જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. સમગ્ર ટુર્નામેન્ટ સંસ્થાના વાતાનુકુલિત હોલમાં રમાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રસંગે રાષ્ટ્રીય અંધજન મંડળ રાજ્યશાખાના સેક્રેટરી તારક લુહાર, જિલ્લા રમત-ગમત અધિકારી સીમાબેન ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતાબેન રૈયા એ કર્યું હતું.

Previous articleભાવનગરના અધેવાડા ગામેથી પોલીસે 4 લાખથી વધુનો ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો, બુટલેગર ફરાર
Next articleપાણીનો પોકાર, ભાવનગરમાં કુંભારવાડાના મહાલક્ષ્મી મીલની ચાલીમાં છેલ્લા ચાર દિવસથી પીવાના પાણીની સમસ્યા, લોકો પાણી માટે વલખા મારવા મજબુર