જૈન સમાજના ઉપધાન તપ આરાધના નિમિત્તે ૨૦૬ તપસ્વીઓને મોક્ષની માળા પહેરાવી

37

ભાવનગર શહેરના દાદાસાહેબ જૈન દેરાસર ખાતે બિરાજમાન આચાર્ય ભગવંતોની નિશ્રામાં ૪૭ દિવસ સુધી નવકાર મંત્રની આરાધનારૂપ ઉપધાન તપ કરનારા ૨૦૬ તપસ્વીઓને મોક્ષની માળ પહેરાવી હર્ષોલ્લાસ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ભાવનગર શહેરના દાદા સાહેબ જૈન દેરાસર ખાતે ઉપધાન તપના ૨૦૬ તપસ્વીઓની મોક્ષ માળા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉત્સવમાં જૈન ભાઈઓ તેમજ બહેનોએ સાંસારિક મોહમાયાનો ૪૭ દિવસ સુધી ત્યાગ કરી એકદમ સાદુ અને સંયમ જીવન જૈનમુનિઓ જે રીતે જીવે છે તેવું જીવન જીવશે. ઉત્તમ શિસ્ત અને નિયમન પાલન સાથેની આ આરાધનામાં દેશ વિદેશના જૈન સમાજના અનુયાયીઓ જોડાયા છે. જેઓ તપ આરાધના સાથે દિવ્યતા તરફ પ્રયાણ કરી સાધુ જીવનનો અનુભવ મેળવે છે.જૈન ધર્મમાં ઉપધાન તપ આરાધનાનું અનેરું મહત્વ છે. આ તપ આરાધનાને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

આચાર્ય મહારાજ સાહેબની નિશ્રામાં જૈન સમાજના આરાધકો આત્માને જાગૃત કરી તેની ભીતરમાં જવાની અમૂલ્ય સાધના ઉપધાન તપનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમણે આ ઉપધાન તપ અનુષ્ઠાન કરી રહેલા આરાધકો સહિત ઉપસ્થિતોને ઉપધાન તપનો મહિમા સમજાવ્યો હતો. સંયમ જીવન વિના મોક્ષ નથી.જૈન સાધુ જીવનનો સ્વાદ ચાખવા માટે શ્રાવક જીવન વિના મોક્ષ નથી. સાધુ જીવનનો અનુભવ માટે શ્રાવકો જીવનમાં ઉપધાન તપનો અનેરો મહિમા છે.આત્માને પરમાત્મા તરફ દોરી જતો માર્ગ એટલે ઉપધાન તપ. આ ઉપધાન તપમાં ૪૭ દિવસની અખંડ આરાધના એક ઉપવાસ એક નિવી (એક ટાણું) આ રીતે તપ, જપ અને સ્વાધ્યાયની આ અમૂલ્ય સાધના છે. જેમની નિશ્રામાં ઉપધાન તપ થઈ રહ્યો છે. આ પ્રસંગે વિશિષ્ટ અનુષ્ઠાનો, પુજન, ધ્યાનદર્શન, ચરિત્ર આરાધના, નવકાર મહામંત્રનો લહાવો મળી રહ્યો છે.વાજતે ગાજતે આરાધકોની પધરામણી કરાવી તેમને તપ આરાધનાની ક્રિયા કરાવવામાં આવી હતી. મહારાજ સાહેબ દ્વારા આ તપ મહિમાની અને તેના મહત્ત્વ વિશે સમજ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન સમાજના અગ્રણીઓ ભારે જહેમત ઊઠાવી હતી.આ પ્રસંગે સંઘના પરેશભાઈ, ઋષભભાઈ, દિવ્યકાંતભાઈ સલોત સહિતના જૈન સમાજના આગેવાનો ભાઈઓ- બહેનો જોડાયા હતા.