PNR સોસાયટી દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં ૬૦૦૦ થી વધુ બાળ દર્દીઓની સારવાર કરવામાં આવી

834

મુંબઈના ખ્યાતનામ પ્લાસ્ટિક સર્જરી ના સર્જન દ્વારા વિનામૂલ્યે થતાં જટિલ ઓપરેશન અંગે માહિતી આપવામાં આવી :PNR સોસાયટી ભાવનગર ના ઉપક્રમે પીએનઆર હોસ્પિટલ ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી
PNR સોસાયટી ભાવનગર સંચાલિત પીએનઆર હોસ્પિટલ ખાતે આજરોજ ૩ ડીસેમ્બર એટલે કે વિશ્વ વિકલાંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે છેલ્લા ૨૦ વર્ષ થી ગરીબ લોકો ના સંતાનો પર વિનામૂલ્યે કરવામાં આવતી વિવિધ સર્જરી અંગે મુંબઇ ના ખ્યાતનામ પ્લાસ્ટિક સર્જન દ્વારા જટિલ ઓપરેશનો અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.
વિકલાંગોના શિક્ષણ તાલીમ સારવાર અને પુનઃ વસન માટે ભાવનગર ની PNR સોસાયટી છેલ્લા ૬૦ વર્ષ થી કાર્યરત છે અને છેલ્લા ૨૦ વર્ષથી ૦ થી ૧૪ વર્ષની વય ધરાવતા બાળકો માટે નિઃશુલ્ક તાળવામા કાણું કપાયેલાં હોઠ મૂત્ર નલીકાની ખામી જેવાં અતિ જટિલ અને ખર્ચાળ ઓપરેશનો વિનામૂલ્યે કરી આપે છે.

આજરોજ વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી ના ભાગરૂપે છેલ્લા ઘણાં વર્ષો થી ભાવનગર PNR હોસ્પિટલમાં સેવા આપવા આવતા મુંબઈના ખ્યાતનામ પ્લાસ્ટિક સર્જન નરેશ વધવા એ પ્લાસ્ટિક સર્જરીના વિવિધ પાસાઓ અંગે માહીતી આપી હતી, આ હોસ્પિટલમાં ઓપરેશન થયેલ બાળકોના વાલીઓ એ હોસ્પિટલ ની કામગીરી સંદર્ભે પોતાના મંતવ્યો રજુ કરતા જણાવ્યું હતું કે અમારા બાળકને જયારે ૮ મહિનાનું હતું ત્યારે પહેલી વખત લાવ્યા ત્યારે ડોક્ટર કીધું જયારે ૧૪ મહિનાની થાય ત્યારે તમે લઈ ને આવજો, અત્યારે અમારા બાળક નું ઓપરેશન ખૂબ જ સારી રીતે થઈ ગયું છે અને એકપણ ખર્ચ વગર અમારા બાળક સ્વસ્થ થયું છે. એટલે અમે સંસ્થાનો આભાર માનીએ છીએ આજ સુધી માં ૨૦૧૫ જટિલ પ્લાસ્ટિક સર્જરી ઉપરાંત છેલ્લા ૨૦ વર્ષ માં ૬૦૦૦ થી વધુ બાળ દર્દીઓની તપાસ-નિદાન સાથે ઉચિત સારવાર આપવામાં આવી છે.

Previous articleભાવનગર અંધ ઉદ્યોગ શાળા દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરી ઉજવણી કરવામા આવી
Next articleજૈન સમાજના ઉપધાન તપ આરાધના નિમિત્તે ૨૦૬ તપસ્વીઓને મોક્ષની માળા પહેરાવી