ભારોલી ના વેણવાળા શ્રી ખોડીયાર માતાજીનો સાતમો પાટોત્સવ અને નવચંડી યજ્ઞ નું આયોજન કરવા આવ્યુ

56

સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું
આપણા સૌની શ્રદ્ધા અને નિષ્ઠા ના પ્રેરણામૂર્તિ ભારોલી ના વેણવાળા આઈ શ્રી ખોડીયાર માતાજી ની અસીમ કૃપાથી માતાજી નો સાતમો પાટોત્સવ વિક્રમ સવંત સવંત ૨૦૭૮ના વૈશાખ વદ ચોથને ગુરૂવાર તા-૧૯/૦૫/૨૦૨૨ ના શુભ દિવસે માતાજી ના તમામ શ્રદ્ધાળુ સેવક સમુદાય ના સહયોગથી રાખવામાં આવેલ છે પાટોત્સવ ના દિવસે નવચંડી યજ્ઞ તેમજ ૧૦૮ કુંડી ખોડીયાર માતાજીનો મહાયજ્ઞ તેમજ સમૂહ કર વિધિ અને થેલેસેમિયા દર્દીઓના બાળકો અને અન્ય જરૂરિયાતવાળા દર્દીઓને બ્લડ પૂરું પાડી શકાય તે માટે સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ના લાભાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે સાથે તારીખ-૧૮/૦૫/૨૦૨૨ રાત્રે ૦૯ કલાકે ભવ્ય સંતવાણી ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમાં મેરણભાઇ ગઢવી મુક્તિ દાન ગઢવી અને હર્ષાબેન બારોટ પોતાની આગવી શૈલીમાં સંતવાણી સંભળાવશે અને આ પાટોત્સવમાં સંતો ના પણ આશિવૅચન આપવા સંત શ્રી સીતારામ બાપુ(શિવકુંજ આશ્રમ અધેવાડા) શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સંત શ્રી રમજુબાપુ (શ્રી અંબિકા આશ્રમ સાંગાણા) તેમજ સંત શ્રી વિશાલ દાસ બાપુ (સદગુરુ આશ્રમ ભાવનગર) સંત શ્રી ભગવાન દાસ બાપુ (શ્રી બહુચર ધામ અધેવાડા) પધારશે તો આ મહાયજ્ઞ અને આઈ શ્રી ખોડીયાર માતાજી ના દર્શને મહાપ્રસાદ લેવા અને પધારવા ભારોલી ખોડીયાર મંદિર સેવક સમુદાય નું ભાવભર્યું આમંત્રણ છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..

Previous articleપાળીયાદ વિસામણબાપુની જગ્યા ખાતે ૩ દિવસની વરીયા પ્રજાપતિ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ
Next articleસેન્ટ્રલ સોલ્ટમાં સ્વચ્છતા પખવાડા ૨૦૨૨ ની ઉજવણી કરવામા આવી