ઇતિહાસ ભવનમાં એમ.એ સેમેસ્ટર ૧ના વિદ્યાર્થીઓનુ સ્વાગત અને નવા વર્ષના આગમન અંગે આવકાર ૨૦૨૨ થીમ અંતર્ગત કાર્યક્રમની ઉજવણી

15

ભારતની સનાતન સંસ્કૃતિ આપણે જ નહિ પરંતુ સમગ્ર વિશ્વને સમતા, સત્યનિષ્ઠા, બંધુતા, સ્વતંત્રતા, એકતા, અને અખંડિતતા તેમજ વસુદેવ કુટુંબકમ ની પ્રેરણા આપનાર રહી છે ઉપરોક્ત તમામ મૂલ્યો આપણે આપણા સાંસ્કૃતિક તહેવારો તેમજ રાષ્ટ્રીય તહેવાર તેમજ ધર્મ અને આપણા સમાજમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે આપણી ભાવિ પેઢીમાં હસ્તાંતરણ કરીએ છીએ તેના ભાગરૂપે ઇતિહાસ ભવનમાં નવા વર્ષના પ્રારંભે વર્ષ ૨૦૨૨ ૨૩ માં એમ.એ સેમેસ્ટર ૧ માં પ્રવેશ મેળવી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા અને નવું વર્ષ નવી ચેતના, નવી ઊર્જા, નવી પ્રેરણા આપનાર અને તમામ માટે સફળ રહે તેવી ઉમદા ભાવના સાથે તારીખ ૧/ ૧ /૨૦૨૨ ના રોજ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સેમેસ્ટર ૪ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સેમેસ્ટર ૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નુ સ્વાગત ભારતીય સંસ્કાર મુજબ સ્વાગત કરવામાં આવેલું. સ્વાગતમાં સેમેસ્ટર ૪ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભજન, નૃત્ય, પ્રેરણા પ્રસંગ, ભવન અંગેના પોતાના વિચારો, દિન વિશેષ, કાવ્ય પઠન અને શાયરી માં જુગલબંધી જેવી વિશેષ કૃતિઓ રજૂ કરી વિદ્યાર્થીઓ નું સ્વાગત કરેલ તેમજ સેમેસ્ટર ૧ વિદ્યાર્થીઓએ પણ ડાન્સ, કાવ્ય પઠન અનેક કૃતિઓ રજુ કરેલ હતી આ સમગ્ર કાર્યક્રમના અર્થ સમગ્ર કાર્યક્રમ ઈતિહાસ ભવનના અધ્યક્ષ ડો કલ્પાબેન માણેક ના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવેલ હતો
ડો કલ્પાબેન માણેકે સેમેસ્ટર ૧ વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરી આવકારી અને આશીર્વાદરૂપ બીજ રૂપ વ્યાખ્યાન આપે આપેલ ભવનના પ્રોફેસર ડો જીતેશ સાંખટ તેમજ પ્રોફેસર ડો કાળુભાઈ સરવૈયા જેવો એ પણ પ્રેરણારૂપ વ્યાખ્યાન આપ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન સેમેસ્ટર ૪ના વિદ્યાર્થી રાઠોડ સુરેશ દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ભવનનો બિનશૈક્ષણિક સ્ટાફ જયસિંહભાઈ પરમાર તેમજ હેતલબેન ભુત પણ હાજરી આપી આવકાર ૨૦૨૨ આ કાર્યક્રમને સફળ બનાવેલ છે