રાજ્યમાં કોરોનાનાં નવા કુલ ૧૨૫૯ કેસ નોંધાયા

35

કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૦૯ ટકા : રાજ્યમાં ૫૮૫૮ એક્ટિવ કેસ છે, જે પૈકી ૧૬ નાગરિકો વેન્ટિલેટર ઉપર છે અને ૫૮૪૨ નાગરિકો સ્ટેબલ છે
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત મોટો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા ૧૨૫૯ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર ૧૫૧ દર્દીઓ સાજા થયા છે.
આ ઉપરાંત ૮,૧૯,૦૪૭ નાગરિકો અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૮.૦૯ ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૭,૪૬,૪૮૫ નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે. રાજ્યમાં આજથી ૧૫-૧૮ વર્ષના વ્યક્તિઓનું પણ રસીકરણ શરૂ થઇ ચુક્યું છે. જેના પગલે ૪,૯૪,૩૧૭ રસીના ડોઝ તરૂણોને આપવામાં આવ્યા હતા. બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં ૫૮૫૮ એક્ટિવ કેસ છે. જે પૈકી ૧૬ નાગરિકો વેન્ટિલેટર પર છે. ૫૮૪૨ નાગરિકો સ્ટેબલ છે. ૮,૧૯,૦૪૭ નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. ૧૦૧૨૩ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ ૩ નાગરિકોનાં મોત થયા છે. જે પૈકી જામનગરમાં કોર્પોરેશનમા ૨ તથા નવસારીમાં એક નાગરિકનું મોત નિપજ્યું હતું. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી ૨૮ ને રસીનો પ્રથમ, ૩૩૪ નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૬૬૪૧ નાગરિકોને રસીનો પ્રથમ ૨૮૭૧૯ નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષના નાગરિકો પૈકી ૧૩૮૧૭૪ નાગરિકોને રસીનો પ્રથમ અને ૭૮૨૭૨ નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. ૧૫-૧૮ વર્ષના ૪૭૪૩૧૭ તરૂણોને રસીના ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં ૭,૪૬,૪૮૫ કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૯,૦૪,૩૫,૩૭૩ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. આજે નોંધાયેલા ૧૨૫૯ કેસ પૈકી ૬૩૧ અમદાવાદ, ૨૧૬ સુરત કોર્પોરેશન, ૬૭ વડોદરા કોર્પોરેશન, ૪૦ વલસાડ, ૩૭ રાજકોટ કોર્પોરેશન, ૨૯ આણંદ, ૨૪ ખેડા, ૨૪ રાજકોટ, ૧૮ ગાંધીનગર કોર્પોરેશન, ૧૭ ભાવનગર કોર્પોરેશન, ૧૬ ભરૂચ, ૧૬ નવસારી, ૧૩ અમદાવાદ, ૧૨ મહેસાણા, મોરબી અને સુરત, કચ્છ ૧૧, ગાંધીનગર ૧૦, જામનગર ૯, જામનગર કોર્પોરેશન ૮, વડોદરા ૭, મહીસાગર ૬, ગીર સોમનાથ ૫, સાબરકાંઠા ૪, અમરેલી સુરેન્દ્રનગર અને તાપીમાં ૩-૩, દેવભૂમિ દ્વારકા ૨, કેસ નોંધાયા છે.