ઉનાળુ વેકેશનની ભીડ ટાળવા ભાવનગર-બાંદ્રા સહિતની ૬ ટ્રેનમાં હંગામી ધોરણે કોચ વધારાયા

36

કોરોના ખાટલે પડતા આ વર્ષે રેલવેમાં યાત્રીઓનો તડાકો, અનેક રૂટમાં ટિકિટ માટે વેઇટીંગ
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી ૬ જોડી ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૧૯૨૧૮/૧૯૨૧૭ વેરાવળ – બાંદ્રા – વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વેરાવળથી ૦૩.૦૬થી ૧૬.૦૬ સુધી અને બાંદ્રા ટર્મિનસથી ૦૨.૦૬.થી ૧૫.૦૬સુધી દરરોજ એક વધારાનો સ્લીપર કોચ લગાવવામાં આવશે. ટ્રેન નંબર ૧૨૯૭૨/૧૨૯૭૧ ભાવનગર-બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ભાવનગર ટર્મિનસથી દરરોજ ૦૧.૦૬થી ૧૪.૦૬સુધી અને બાંદ્રા ટર્મિનસથી ૦૪થી ૧૭ સુધી એક વધારાનો સ્લીપર કોચ લગાવવામાં આવશે.જ્યારે ટ્રેન નંબર ૨૦૯૩૭/૨૦૯૩૮ પોરબંદર – દિલ્હી સરાય રોહિલ્લા – પોરબંદરમાં એક વધારાનો સ્લીપર કોચ પોરબંદરથી દર મંગળવાર અને શનિવારે ૦૪.૦૬ થી ૨૮.૦૬સુધી અને દિલ્હી સરાય રોહિલ્લાથી દર સોમવાર અને ગુરુવારે ૦૬.૦૬ સુધી. ૩૦.૦૬ સુધી લગાવવામાં આવશે.
ટ્રેન નંબર ૧૯૨૬૯/૧૯૨૭૦ પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદરમાં દર ગુરુવાર અને શુક્રવારે એક વધારાનો સ્લીપર કોચ પોરબંદરથી ૦૨.૦૬ થી ૩૦.૦૬ સુધી (૦૯ જૂન સિવાય) અને મુઝફ્ફરપુરથી દર રવિવાર અને સોમવારે ૦૫.૦૬થી ૦૩.૦૭ સુધી (૧૨ જૂન સિવાય) લગાવવામાં આવશે. ટ્રેન નંબર ૧૨૯૪૧/૧૨૯૪૨ ભાવનગર – આસનસોલ – ભાવનગર સુપરફાસ્ટમાં ભાવનગર ટર્મિનસથી દર મંગળવારે ૦૭ થી ૨૮ સુધી અને આસનસોલથી દર ગુરુવારે ૦૯ થી ૩૦.૦૬ સુધી એક વધારાનો સ્લીપર કોચ લગાવવામાં આવશે. ટ્રેન નં. ૨૨૯૬૩/૨૨૯૬૪ ભાવનગર – બાંદ્રા – ભાવનગર સુપરફાસ્ટમાં ભાવનગર ટર્મિનસથી દર રવિવારે ૦૫.૦૬થી ૨૬.૦૬ સુધી અને બાંદ્રા ટર્મિનસથી દર સોમવારે ૦૬.૦૬ થી ૨૭.૦૬ સુધી એક વધારાનો સ્લીપર કોચ લગાવવામાં આવશે.૧૫મી જૂન, ૨૦૨૨થી ભાવનગર-બાંદ્રા (૧૨૯૭૨) અને ૧૭મી જૂન, ૨૦૨૨થી વેરાવળ-બાંદ્રા (૧૯૨૧૮) ન્ૐમ્ રેક થી ચાલશે, જે મુસાફરોને વધુ સારી અને આરામદાયક સુવિધા પૂરી પાડશે.
રેલવે બ્લોકને કારણે ભાવ.ઓખા સહિતની ટ્રેન આંશિક રદ્દ રહેશે
રાજકોટ ડિવિઝનમાં ડબલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ૩૦ મેથી ૧૦ જૂન ૨૦૨૨ સુધી રેલ ટ્રાફિકને અસર થશે. આથી ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ૩૦.૦૫.૨૦૨૨ થી ૦૯.૦૬.૨૦૨૨ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા – ભાવનગર એક્સપ્રેસ ૩૧.૦૫.૨૦૨૨ થી ૧૦.૦૬.૨૦૨૨ સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદથી સુરેન્દ્રનગર ૩૧.૦૫.૨૦૨૨ થી ૧૦.૦૬.૨૦૨૨ સુધી ચાલશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી અમદાવાદ ૩૧.૦૫.૨૦૨૨ થી ૧૦.૦૬.૨૦૨૨ સુધી ચાલશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ઉપરોક્ત તમામ તારીખોએ ટ્રેનોના મૂળ સ્ટેશન પરથી ઉપડવાની છે. રેલ્વે મુસાફરો ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે.

Previous articleગારીયાધારથી પાલિતાણાના ખખડધજ રોડ પ્રશ્ને લોકોએ મિજાજ દેખાડતા તંત્ર હરકતમાં
Next article૨૦ જૂન સુધી ડુંગળીમાં સહાય આપવા માટે જાહેર થયો પરિપત્ર