ભાવનગરનું ધોરણ ૧૦નું ૬૭.૫૮ ટકા પરિણામ

55

૨૦૨૦ કરતાં ૧૧.૪૧ ટકા પરિણામ વધુ : ૮૧૪ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો : સૌથી વધુ ટિમાણા કેન્દ્રનું ૮૮.૩૫ અને સૌથી ઓછુ વલ્લભીપુર કેન્દ્રનું ૪૬.૦૩ ટકા પરિણામ
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા માર્ચ ૨૦૨૨માં લેવાયેલી ધો.૧૦ની બોર્ડની પરિક્ષાનું પરિણામ આજે જાહેર કરાયુ હતું. જેમાં ગુજરાતનું ૬૫.૧૮ ટકા પરિણામ જાહેર થયુ છે. જેમાં ભાવનગર જિલ્લાનું ૬૭.૫૮ ટકા જેવું ઉચ્ચુ પરિણામ આવ્યુ છે. જે ૨૦૨૦ કરતા ૧૧.૪૧ ટકા વધુ છે. કોરોના મહામારીના કારણે ૨૦૨૧માં શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ની પરિક્ષા લેવાય ન હતી અને માસ પ્રમોશન આપી દેવાયું હતું. બાદ શાળાઓ ખુલ્યા બાદ માર્ચ ૨૦૨૨માં ધો.૧૦ બોર્ડની પરિક્ષા લેવાયેલ જેનું આજે પરિણામ જાહેર થયેલ જેમાં રાજ્યનું ૬૫.૧૮ ટકા પરિણામ જાહેર થયેલ તે પૈકી ભાવનગર જિલ્લાનું ૬૭.૫૮ ટકા જેટલું ઉચ્ચુ પરિણામ આવ્યુ છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા કુલ ૩૨૬૫૮ વિદ્યાર્થીઓ પૈકી ૩૨૬૬૧ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જેમાં આજે જાહેર થયેલ પરિણામાં ભાવનગર જિલ્લામાં કુલ ૮૧૪ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ૨૯૨૮ વિદ્યાર્થીઓ એ-૨ ગ્રેડ સાથે ૪૪૨૫ વિદ્યાર્થીઓ બી-૧, ૫૭૦૭ બી-૨, ૫૫૦૪ વિદ્યાર્થીઓ સી-૧ અને ૨૩૨૭ વિદ્યાર્થીઓ સી-૨ ગ્રેડ સાથે ઉતિર્ણ થયા છે. ભાવનગર જિલ્લાની ૯ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ આવ્યુ છે જ્યારે ૬ શાળાઓનું ૧૦ ટકાથી ઓછુ પરિણામ આવ્યુ છે. જે આકડો ૨૦૨૦ કરતા સુધર્યો છે. ભાવનગર જિલ્લાના પરિક્ષા કેન્દ્રો પૈકી ટિમાણા કેન્દ્રનું સૌથી વધુ ૮૮.૩૫ ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે સૌથી ઓછુ વલ્લભીપુર કેન્દ્રનું ૪૬.૦૩ ટકા પરિણામ જાહેર થયુ છે. આમ એક વર્ષના બ્રેક બાદ લેવાયેલી બોર્ડની પરિક્ષામાં ભાવનગર જિલ્લાનું પરિણામ છેલ્લા પરિક્ષા કરતા ૧૧.૪૧ ટકા વધુ આવ્યુ છે.
કેન્દ્રનું નામ નોંધાયેલા પરિક્ષા ઉતિર્ણ ટકાવારી
વિદ્યાર્થી આપેલ થયેલ
ભાવનગર (પ) ૧૪૦૭ ૧૩૭૫ ૭૭૨ ૫૬.૧૫%
કૃષ્ણનગર ૬૨૪૯ ૬૨૨૮ ૫૦૦૭ ૮૦.૩૯%
મહુવા ૩૨૮૫ ૩૨૩૬ ૧૮૬૧ ૫૭.૫૧%
પાલીતાણા ૧૯૮૯ ૧૯૪૮ ૧૧૦૭ ૫૬.૮૩%
સિહોર ૧૩૫૪ ૧૩૩૫ ૯૭૨ ૭૨.૮૧%
ગારીયાધાર ૯૨૩ ૯૦૭ ૫૩૨ ૫૮.૬૫%
ભાવનગર (પૂ) ૨૬૪૫ ૨૬૨૭ ૧૮૫૫ ૭૦.૬૧%
તળાજા ૧૪૯૪ ૧૪૮૨ ૧૦૪૧ ૭૦.૨૪%
વલ્લભીપુર ૭૪૩ ૭૩૦ ૩૩૬ ૪૬.૦૩%
ઉમરાળા ૬૧૯ ૬૧૫ ૩ ૯૦ ૬૩.૪૧%
સથરા ૫૦૨ ૫૦૧ ૩૦૪ ૬૦.૬૮%
વાળુકડ.જીજી ૬૫૪ ૬૪૯ ૪૨૮ ૬૫.૯૫%
સોનગઢ ૫૦૪ ૫૦૨ ૪૨૬ ૮૪.૮૬%
વાળુકડ પાલી. ૪૬૬ ૪૫૬ ૩૨૪ ૭૧.૦૫%
રંઘોળા ૩૮૧ ૩૭૪ ૨૫૪ ૬૭.૯૧%
ભુંભલી ૬૨૮ ૬૨૫ ૪૦૬ ૬૪.૯૬%
મોટી પાણીયાળી ૨૬૪ ૨૬૨ ૧૭૨ ૬૫.૬૫%
રાજપરા ૩૭૬ ૩૭૫ ૨૨૩ ૫૯.૪૭%
ટાણા ૬૦૯ ૬૦૫ ૩૩૩ ૫૫.૦૪%
બગદાણા ૯૪૧ ૯૨૦ ૫૮૨ ૬૩.૨૬%
સણોસરા ૨૬૦ ૨૫૮ ૧૭૯ ૬૯.૩૮%
ઠાડચ ૬૦૫ ૫૯૫ ૩૯૨ ૬૫.૮૮%
ઘોઘા ૨૯૧ ૨૯૧ ૧૭૩ ૫૯.૪૫%
બપાડા ૩૦૦ ૨૯૬ ૨૦૫ ૬૯.૨૬%
ઉચડી ૫૩૩ ૫૩૧ ૩૫૨ ૬૬.૨૯%
જેસર ૬૭૬ ૬૩૮ ૪૦૦ ૬૨.૭૦%
દિહોર ૩૨૮ ૩૨૮ ૨૨૯ ૬૯.૮૨%
ટિમાણા ૬૬૫ ૬૬૧ ૫૮૪ ૮૮.૩૫%
મોટા આસરાણા ૩૪૧ ૩૩૯ ૨૯૫ ૮૭.૦૨%
હાજીપર ૪૭૯ ૪૬૬ ૨૬૩ ૫૬.૪૪%
કોળીયાક ૩૫૭ ૩૫૧ ૧૯૩ ૫૪.૯૯%
તલગાજરડા ૨૦૯ ૨૦૬ ૧૪૧ ૬૮.૪૫%
સોસીયા ૨૪૫ ૨૪૫ ૧૯૧ ૭૭.૯૬%
મોટા ખુટવડા ૨૩૩ ૨૧૭ ૧૦૯ ૫૦.૨૩%
નોંઘણવદર ૧૯૪ ૧૯૨ ૧૨૨ ૬૩.૫૪%
કળસાર ૫૯૪ ૫૮૪ ૪૩૩ ૭૪.૧૪%
ગુજરડા ૨૨૩ ૨૨૧ ૧૪૭ ૬૬.૫૨%
ભોળાદ ૯૦ ૯૦ ૬૮ ૭૫.૫૬%

Previous articleવિકટોરીયા પાર્ક ખાતે આખો દીવસ પ્રક્રૃતિ ના સાનિધ્યમાં રહી પર્યાવરણ દિન ની ઉજવણી કરતાં સ્કાઉટ ગાઈડ
Next articleભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ સિટી બસની સુવિધા શરૂ કરવા બાઇક રેલી યોજી, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું