સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ૧ જુલાઈથી દેશમાં પ્રતિબંધ

29

દેશના ૪,૭૦૪માંથી ૨,૫૯૧ શહેરી સ્થાનિક એકમોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને પહેલાથી પ્રતિબંધિત કરી રાખ્યા છે
નવી દિલ્હી, તા.૬
કેન્દ્ર સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક, ખાસ કરીને પ્લાસ્ટિકની કોથળી અને પાણીની બોટલોથી પર્યાવરણને થઈ રહેલા નુકસાનને રોકવાની દિશામાં મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઈઝરી જારી કરીને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઉત્તરોત્તર બંધ કરવાની સલાહ આપી છે. સરકારનુ કહેવુ છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પર્યાવરણ મંત્રાલયના આદેશો અનુસાર દેશના ૪,૭૦૪માંથી ૨,૫૯૧ શહેરી સ્થાનિક એકમોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને પહેલાથી પ્રતિબંધિત કરી રાખ્યા છે. બાકીના ૨,૧૦૦થી વધારે એકમો પણ ૩૦ જૂન સુધી ગમે તેમ કરીને આની પર પ્રતિબંધ લાગુ કરે.એડવાઈઝરીમાં કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ૩૦ જૂન સુધી ગતિવિધિઓ શરૂ કરવાનુ કહ્યુ છે. ખાસકરીને પ્લાસ્ટિકની કોથળી અને પાણીની બોટલવાળા કચરાની સફાઈ માટે મોટા માટે સફાઈ અભિયાન ચલાવવાનુ કહેવાયુ છે. અત્યારે સ્વચ્છ ભારત મિશન-શહેરી ૨.૦ હેઠળ આવાસ અને શહેરી મામલાનુ મંત્રાલય જે કામ કરી રહ્યુ છે, તેમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નાબૂદી સામેલ છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે સફાઈ કાર્યમાં ઝડપ માટે એસયૂપી હોટસ્પોટની ઓળખ અને તેમને નષ્ટ કરવુ જરૂરી છે.
એડવાઈઝરીમાં પ્રતિબંધોને લાગુ કરવાના મુદ્દે આનાકાની કરનારા પર ભારે દંડ ફટકારવાની સલાહ આપવામાં આવી છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નાબૂદી નિયમ, ૨૦૨૧ અનુસાર ૭૫ માઈક્રોનથી (૦.૦૭૫ મિમી પહોળાઈ) થી ઓછા પ્લાસ્ટિકથી બનેલા કેરી બેગના ઉત્પાદન, આયાત, સંગ્રહ, વિતરણ, વેચાણ અને કોઈ પણ પ્રકારના ઉપયોગ પર ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧થી પ્રતિબંધ લાગુ છે.

Previous articleઓમિક્રોનના સબ વિરિયન્ટ વધતા કોરોના સંક્રમણ માટે જવાબદાર
Next articleકોરોના અને મંકીપોક્સ બાદ નોરો વાયરસનું તોળાતું જોખમ