જળ સંગ્રહ વાત અને વિકાસ ઐતિહાસિક જળસ્થાનોનો વિનાશ

1472

 

વિકાસના નામે કેટલો ભયંકર વિનાશ સર્જાય રહ્યો છે તે બાબત આપણે જામવાં છતા અજાણ્યા બની રહ્યા છીએ ; બનવું પડે છે ! જળસંગ્રહ માટે વાત અને તેના કામથી વિકાસ વિકાસ વિકાસ કરી રહ્યા છીએ,  સારી વાત છે. તેમાં કોઈ શંકા નથી આ સાથે આપણી ઐતિહાસિક જળ ધરોહરોનાં થતો વિનાશ કેમ આપણે જોતા નથી ?

વાત માંડીને કરીે તો…વર્ષોના વહાણા વા’ચયા તે પહેલા પણ કોઈ તરસે ના રહે તે માટે સખાવતીઓએ વાવ, કુવા અને નાના મોટા જળાશયો નિર્માણ કરી સમાજને અર્પણ કર્યા હતા પ્રસ્તુત તસવીરમાં દૃશ્યમાન અવાવરૂ વાવ ભાવનગરથી તળાજા મહુવા જતાં ધોરી માર્ગ પર બુધેલ ગામ નજીકની છે આ કલાત્મક વાવ છે (કે હતી). એક સૈકા પહેલાની એટલે કે લગભગ ૧૧૫ વર્ષ પહેલાની આ વાવ છે (હતી) ‘શ્રી ૧।’ સાથે કોતરાયેલી આરસની તકતીમાં તત્કાલિક ભાષા પ્રયોગ મુજબ વિગતો આપી છે કે આ વણારશી વાવ ભાવનગરના રહીશ કપોળ જ્ઞાતિના વણીક પૂંજા અમરાવાળા સ્વર્ગવાશી શા વણારશી જાદવજીના પૂણ્યાર્થે તેમના પુત્રો ભાઈ મગનભાઈ તથા પરમાનંદદાસે વાવડી દરબાર દેવાણી નથુભાઈ ગોદડભાઈના વખતમાં સવંત ૧૯૫૮ના ફાગણ વદ ૫ને શનિવારે ગળવીને બંધાવી છે અને ૧૯૦૨ આ લખાણ ઉલ્લેખ મુજબ આ વાવ આજે ૧૧૫ વર્ષથી વધુની છે સદી પહેલા આ કલાત્મક વાવ આજે કઈ સ્થિતીમાં છે ?

આપણા આવો આર્ષ દ્રષ્ટા ઈતિહાસ આજે ખંડીયર બન્યો છે તે તો ઠીક પણ આ ઐતિહાસિક વાવ કદાચ દટાઈ રહી છે કે દાટી દેવામાં આવશે. ભાવનગરથી મહુવા ધોરીમાર્ગમાં આ વાવ આવી ગઈ છે. એટલે હવે આ વાવ છે કે હતી ? ત્યાં જઈએ તો જાણવા મળે.

વિકાસ અવશ્ય થવી જોઈએ પણ આપણાં ઈતિહાસને જ દાટી દઈને થતો વિકાસ કેટલો વ્યાજબી ? વણારથી વાવની આ સ્થિતી અંગે એક પણ ઈતિહાસ વિદ્‌ સમાજ સુધારક કે કાર્યકર કશુ બોલ્યા નથી. નેતાઓને તો કશી ખબર જ નહી હોય તેની પાસે શું અપેક્ષા રાખવી ?

આ વાવ ઉપર ધોરીમાર્ગને ઢોળાવ આપીને ઐતિહાસિક સ્મારક બનાવી શકાયુ હોત પણ માત્ર જળ સંગ્રહની વાત અને વિકાસની વાત ચિતરવાની છે તેનું ઘેલુ લાગ્યુ છે અને ઐતિહાસિક જળસ્થાનોનો વિાશ સૌ જોઈ રહ્યા છે.

Previous articleજીએચસીએલ સામે આંદોલન – આવેદન અપાયું
Next articleભીમ પગલા હનુમાનજી મંદિરે સત્યનારાયણની કથા યોજાઈ