જાફરાબાદના ભાંકોદર, વારાહસ્વરૂપ ગામે અસામાજીક તત્વો દ્વારા પૌરાણીક હનુમાનજીનું ભીમ પગલા નામ મંદિરની કરોડોની ખનીજ સંપતિ હડપ કરવા પ્રયત્નો કરેલને ૩ ગામની સંગઠીત ગ્રામ વિકાસ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા કંપની પાસે તે જ જગ્યાએ નવા નિર્માણ કરાવવાની કાર્યવાહીને આજે ૧ મહિને સત્યનારાયણની કથા યોજાઈ.
જાફરાબાદના ભાંકોદર, વારાહસ્વરૂપની હદમાં આવેલ પૌરાણિક ભીમ પગલા નામથી ઓળખાતું હનુમાનજીનું મંદિર કોઈ અસામાજીક તત્વો દ્વારા તોડી પાડી મંદિરની હદમાં કરોડોની કિંમતી ખનીજ સંપત્તી હડપ કરવા થયેલ રાક્ષસી કૃત્યને ત્રણ ગામની બનેલ ગ્રામ વિકાસ ગૌ સેવા ટ્રસ્ટના પ્રમુખ કાળુભાઈ ગુજરીયા, અરજણભાઈ સાંખટ, બાબુભાઈ સાંખટ, ભરતભાઈ ચાવડા, હિંમતભાઈ કવાડ, જીણાભાઈ કવાડ, વાલાભાઈ ભીલ, ભરતભાઈ શિયાળ, મનુભાઈ શિયાળ અને જીણાભાઈ બારૈયા દ્વારા ભાંકોદર વારાહસ્વરૂપ અને બાબરકોટની જનતા બહોળી સંખ્યામાં ભીમ પગલા ઘટના સ્થળે જઈ કંપની ઉપર હલ્લો કરવા હજારોની સંખ્યા એકત્રીત થયાના સમાચાર પુનાભાઈ ભીલ તથા તે વખતના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના કાફલા સાથે ઘટના સ્થળે આવી પબ્લીકને શાંત પાડી કંપની પાસે જ આ સ્થળે નવું મંદિર બનાવવાની બાહેધરી ૧ મહીનાની આપેલ પણ મંદીર હજુ પુર્ણ ન થતા નવ નિર્માણ ભીમ પગલા મંદિરે ગ્રામ વિકાસ ગૌ સેવા ટ્રસ્ટના પદાધિકારીઓ તેમજ જીલ્લા પંચાયતના પુનાભાઈ ભીલની હાજરી સાથે મંદીર બાંધવાનો આપેલ ૧ વર્ષનો વાયદો પણ મંદીરની કાર્યવાહી ન થતા તે જ જગ્યાએ આજે સત્ય નારાયણની કથા અને આવતા સમયમાં આ જ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થશે.