મહુવાના નેસવડ ચોકડીનો રોડ બિસ્માર હાલતમાં, બે દિવસમાં રીપેર નહિ થાય તો ખેડૂત એકતા મંચ આંદોલન કરશે

338

ખેડૂત એકતા મંચે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવતું નથી
ભાવનગર શહેર અને જિલ્લામાં બિસ્માર રોડને લઈને લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. ત્યારે જિલ્લામાં મહુવાના નેસવડ ચોકડીનો રાષ્ટીય ધોરીમાર્ગ જે અતિ બિસ્માર હાલતમાં છે. જેને લઈને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. ત્યારે ભાવનગર જિલ્લા ખેડૂત એકતા મંચના જિલ્લા પ્રમુખે બે દિવસમાં રોડ રીપેર નહિ થાય તો રોડ ચક્કાજામ કરવાની ચીમકી આપી છે. મહુવા નેસવડ ચોકડીએ સાવરકુંડલા અને રાજુલા બાજુ જવા માટે નેસવડ ચોકડી પાસેથી પસાર થવું તે મોતના મુખમાંથી પસાર થવા જેવું છે. તેમજ આ રોડ ઉપરથી નીકળતાં તમામ વાહનો લથડીયા ખાતાં ખાતાં પસાર થાય છે અને ધુડની ડમરીઓ એવી ઉડે છે કે ધોળા દિવસે અંધારું થાય તેવી પરિસ્થિતિ ઉભી થાય છે.

આ‌ બાબતે ખેડૂત એકતા મંચ દ્વારા અગાવ અનેક વખત રાજકીય પક્ષોના આગેવાનોને વિવિધ ક્ષેત્રના ઉદ્યોગકારોને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવતું નથી. ત્યારે ખેડૂત એકતા મંચના જિલ્લાના પ્રમુખ ભરતસિંહ વાળા દ્વારા તંત્ર અને સરકારને આગામી બે દિવસમાં મહુવાના નેસવડ ચોકડીના રોડનું કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો રોડ ચકાજામ કરી આંદોલની ચીમકી ઉચ્ચારી છે. ભરતસિંહે જણાવ્યું કે, નેસવડ અને ઉમણીયા વદર ગ્રામ પંચાયત છે પણ મહુવાનુ ધબકતું હ્રદય છે કારણ કે મોટાભાગના ડ્રીહાઇડેશનો, જીનીગો કોલ્ડસ્ટોરેજો, જી.આઇ.ડીસી વગેરે નાના-મોટા ઉદ્યોગો છે તે નેસવડ અને ઉમણીયા વદર વિસ્તારમાં આવેલા છે. જોકે, નવનાળા વાળો પુલ મોતનો પુલ ‌બનવાની પુરી શક્યતા છે. મહુવાનુ સરકારી દવાખાનું ભુત બંગલા જેવું છે. મહુવાનુ સ્મશાન ગૃહ જંગલ વિસ્તાર જેવું છે. મહુવાના બાર જેટલાં વિસ્તારમાં પ્રથમીક સુવિધાઓ નથી તે તમામ બાબતના ઉકેલ માટે ટુંક સમયમાં આંદોલનનું રણશિંગુ ફુકવાનુ છે. તેમજ માર્કેટીંગ યાર્ડની ડુંગળી, કપાસ, શીંગ વગેરે રોજના હજારો વાહનોને આ ખરાબ રોડ ઉપરથી પસાર થવું પડે છે. વધુમાં જણાવ્યું હતું કે, આ બિસ્માર રોડનું કામ બે દિવસમાં શરૂ થશે તો તંત્રનો આભાર વ્યક્ત કરી ખુશી ઉજવીશું અને નહિ થાય તો કામ શરૂ કરાવીને જંપીશું. ભાવનગર જિલ્લાના ખેડૂત એકતા મંચના જિલ્લા પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા તરેડી, તાલુકા પ્રમુખ ભીલ હરેશ મથુરભાઈ નીચાં કોટડા, વિજય બારૈયા નૈપ, મેથળા બંધારાના સભ્ય અશોક જોળીયા નૈપ વગેરે આગેવાનો દ્વારા તંત્ર અને સરકારને આંદોલની ચીમકી આપી છે.

Previous articleરાણપુરમાં મનુભાઈ શેઠ સ્કુલ ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ દ્રારા વિદ્યાર્થીઓને માહીતગાર કરાયા.
Next articleગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાવનગરની વિદ્યાર્થિનીએ 4400 પગથીયા 44.7 મિનીટમાં ચડી ઉતરીને ઉત્કર્ષ પ્રદર્શન કર્યુ