રાણપુરમાં મનુભાઈ શેઠ સ્કુલ ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ દ્રારા વિદ્યાર્થીઓને માહીતગાર કરાયા.

34

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં મનુભાઈ એ.શેઠ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ ૬-ડી દ્રારા કુદરતી આપદા સામે સલામતી અને સ્વરક્ષણ માટે તાલીમ નો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા ખાસ હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં મનુભાઈ એ.શેઠ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ અને જન્મભૂમિ હાઈસ્કુલના વિદ્યાર્થીઓ અને શિક્ષક સ્ટાફ હાજર રહી કુદરતી આપદા સામે સલામતી અને સ્વરક્ષણ માટેની તાલીમ લીધી હતી..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર