કુડા થી કોળીયાક સાગર કાઠા નાઈટ ટ્રેકિંગ નો આનંદ માણતા સ્કાઉટ ગાઈડ

92

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ દ્વારા તા 11 – 12 શનિ અને રવિ કુડા થી કોળીયાક સાગર કાઠા નાઈટ ટ્રેકિંગ નો આનંદ માણ્યો જિલ્લા સંધ સાથે જોડાયેલ શાળા ના સ્કાઉટ ગાઈડ બાળકો બસ દ્વારાં કુડા પહોચી દરિયા કિનારા ની સફાઈ , મેદાની રંમતો , પર્યાવરણ ક્વીઝ , ગીતો , હર્ષ નાદ નો આનંદ માણ્યો જ્યારે રાત્રે સમુહ ભોજન બાદ લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા ટેલિસ્કોપ થી આકાશ દર્શન કરાવવામાં આવ્યુ.

જેમા હર્ષદભાઈ જોષી દ્વારા ઔકાશ ને લગતી માહિતી આપવામાં આવેલ ત્યારબાદ કેમ્પફાયર નો આનંદ માણી રાત્રે 12 કલ્લા કે ટ્રેકિંગ શરુ કરી વહેલી સવારે કોળીયાક પહોચ્યા ફ્રેશ થય હળવી કસરત , દળ વ્યાયામ અને સફાઈ નુ કામ કરેલ કેમ્પ મા સ્વામીનારાયણ ગુરુકુળ , વિદ્યાધીશ વિદ્યાસંકુલ , વિશુદ્ધાનંદ પ્રાથમિક શાળા , બી એન વીરાણી હાઈસ્કૂલ , મોડેલ સ્કૂલ , M S B – 52 , 49 , દક્ષિણામૂર્તિ સંસ્થા ના સ્કાઉટ ગાઈડ જોડાયા હતા કેમ્પ ને સફળ બનાવવા અજયભાઈ ભટ્ટ , યશપાલ વ્યાસ , પાર્થ ગોપાણી , હાર્દીક વ્યાસ , ઓમ સોલંકી એ જહેમત ઉઠાવી હતી.

Previous articleશિક્ષણ શરૂ થતા શાળઓમાં ખિલખિલાટ:ભાવનગર જિલ્લામાં 416 શાળાઓમાં 1.16 લાખ વિદ્યાર્થીઓ આજથી ફરી શાળાએ જશે, પ્રથમ દિવસે પાંખી હાજરી
Next articleસૂર્ય નારાયણના પ્રકોપ સામે ઢાલ બની પધારતા વાદળો….