ગુજરાતના નાગરિકોને પંજાબ અને દિલ્હીની જેમ 200 યુનિટ વીજળી ફ્રી આપવા કલેકટર અને મુખ્યમંત્રી ને રજુઆત કરાઈ

19

ગુજરાતમાં સૌથી વધુ વીજળીનું ઉત્પાદન થાય છે તો રાહત કેમ નહીં…? – શહેર પ્રમુખ
ભાવનગર શહેર આમ આદમી પાર્ટીના દ્રારા ગુજરાતમાં વિજળી સસ્તી આપવાની માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી પહોંચી કલેકટર તથા મુખ્યમંત્રીને સંભોધન કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું. શહેર આમ આદમી પાર્ટી દ્વારા કાળાનાળા ટ્રેડ સેન્ટરએ થી રેલી યોજી કલેકટર કચેરી પોહચી સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેકટર તથા મુખ્યમંત્રીને સંબોધન કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું, આ આવેદનપત્ર માં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર નાગરિકોને 200 યુનિટ વીજળી ફ્રી આપે અને વીજળી દર સસ્તા કરે તેવી રજુઆત કેલકટરને આવેદનપત્ર આપી રાજ્યના મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે હાલમાં મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિકો પર વીજળીના દર વધુ હોવાને પગલે નાગરિકો હેરાન છે અને આ બાબતે રાજ્ય સરકાર વિચારી તાત્કાલિક નિર્ણય કરે તેવી માંગ કરી છે, શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પંજાબ અને દિલ્હી સરકાર વિજળી ઉત્પન્ન નથી કરી રહ્યા હતા જો 200 યુનિટ ફ્રી વીજળી આપી શકે તો ગુજરાત સરકાર કેમ નથી આપતી…અને વધુમાં જણાવ્યું હતું કે સૌથી વધુ વીજળી ગુજરાત ઉત્પન્ન કરે છે તો ગુજરાત ને વિજલીમાં રાહત કેમ નહીં..? તો તાત્કાલિક સરકાર અંગે નિર્ણય લે તો ગુજરાતભરમાં આંદોલન કરવામાં આવશે, વીજળી અને લાઈટ ના બીલ જાહેર માં બાળી વિરોધ કરવામાં આવશે.

Previous articleડીસામાં વરસાદ સાથે માછલીઓ વરસતા અચરજ
Next articleભાવનગરની કેટલીક શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને ઓછા ટકા આવે તો એડમિશન નથી આપતી..! પણ જો તે વિદ્યાર્થી એ જ શાળામાં સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન આપે તેના વિરોધમાં જિલ્લા શિક્ષણાધિકારી રજુવાત કરાઈ