મહુવાના મ.કરીમખાન પઠાણનુ સિપાઈ રત્ન એવોર્ડથી સન્માન

18

મહુવા તાલુકાના વાઘનગર ગામમાં રહેતા અને સતત ૫૮ વરસ સુધી વાઘનગર ગામ ના મંત્રી તરીકેની ફરજ બજાવતા મર્હુમ કરીમખાન મહંમદખાન પઠાણ જે મંડળી ના મંત્રી રહીને મંડળી ના સહયોગ થી ૫૦૦ થી વધુ હિન્દુ સમાજ તેમજ મુસ્લિમ સમાજ ના લોકો ને ધાર્મિક સ્થળો ની જાતરા ફ્રી મા કરાવી અને ભાઈ ચારા નો સંદેશ પાઠવ્યો હતો તેમજ લોકો ની અંદરો અંદર રહેલ દુશ્મની ની સુલેહ(સમાધાન)કરાવવુ તે મર્હુમ કરીમખાન પઠાણ નુ પ્રાથમીક કાર્ય રહયુ છે તેમજ ભાવનગર સિપાઈ સમાજ ના હોદેદાર તરીકે ભુમીકા મા પણ ધણા વર્ષો સુધી પોતાની સેવા આપી ચુકયા છે વાઘનગર મા ફકત ૪ મુસ્લિમ કુટુંબ ની વસતી વાળા વાઘનગર ગામ મા કરીમખાન પઠાણ ના નેતૃત્વ હેઠળ પાંચ વખત સમુહ લગ્ન નુ આયોજન થય ચુકયુ છે તેવા મહુમ કરીમખાન મહંમદખાન પઠાણ આજે આપણી વચ્ચે નથી જે દુનિયા છોડી જતા રહયા જેને વર્ષ ઉપર વીતી ગયુ છૈ તયારે અમદાવાદ ખાતે અખિલ ગુજરાત સિપાઈ સમાજ દ્વારા પોતાના એક સિપાહી ને ના ભુલતા મરણો ઉપરાંત સિપાઈ રત્ન એવોર્ડ પુરસ્કાર થી સમાનિત કરવામા આવયા જે એવોર્ડ મર્હુમ કરીમખાન પઠાણ ના દીકરા અનવરખાન પઠાણ ને સુપ્રત કરવામા આવયો હતો

Previous articleરથયાત્રા સંદર્ભે પોલીસે હાથ ધર્યું રાત્રી વાહન ચેકીંગ
Next articleસિહોરમાં રથયાત્રા સંદર્ભે મહોલ્લા મિટિંગનો પ્રારંભ