સિહોરમાં રથયાત્રા સંદર્ભે મહોલ્લા મિટિંગનો પ્રારંભ

22

સિહોરમાં આગામી રથયાત્રા અનુસંધાને તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી મિટિંગનો દોર શરૂ કરવામાં આવ્યો છે.શિહોરમાં ખારાકુંવા ચોકમાં તથા યકીનશા પીર-કંસારા બજાર ત્રણ રસ્તા પાસે આગામી તા.૧/૭ ના રોજ નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને હિન્દુ-મુસ્લીમ આગેવાનો સાથે કાયદો અને વ્યવસ્થા, સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે મહોલ્લા મીટીંગ લેવામાં આવી જેમાં સૌએ સહકાર આપવાની ખાત્રી આપી હતી. સિહોર પોલીસ અધિકારી કે.ડી.ગોહિલ દ્વારા રથયાત્રાના રૂટ પર આવતા વિવિધ મહોલ્લાઓના આગેવાનો સાથેની આ મહોલ્લા મિટિંગો યોજી કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ સાથે આગામી રથયાત્રામાં કોમી એકતા જળવાય રહે અને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે તે હેતુ મિટિંગો આગામી દિવસોમાં પણ યોજવામાં આવશે

Previous articleમહુવાના મ.કરીમખાન પઠાણનુ સિપાઈ રત્ન એવોર્ડથી સન્માન
Next articleભાવનગર ડિવિઝનના ડેપ્યુટી સ્ટેશન મેનેજરને સલામતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ‘મેન ઓફ ધ મંથ’નો એવોર્ડ આપવામાં આવ્યો