દેશના પાટનગર સહિત અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની અછત

18

દિલ્હી, ઉત્તર પ્રદેશથી લઈને મધ્યપ્રદેશ સુધી ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશ સુધી પેટ્રોલ અને ડીઝલની અછત
નવી દિલ્હી, તા.૧૫
ભારે મોંઘવારી વચ્ચે વધુ એક સંકટ દેશમાં મંડરાઈ રહ્યુ છે. દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશથી લઈને મધ્યપ્રદેશ સુધી ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશ સુધી પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે. આ રાજ્યોમાં ક્યાંક પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો પુરવઠો નથી તો ક્યાંક પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ખાસ કરીને ડીઝલની અછત જોવા મળી રહી છે. પ્રાઈવેટ કંપનીઓ રિલાયન્સ અને એસ્સારના પેટ્રોલ પંપ તો બંધ કરી દેવાયા છે. કારણ છે કાચા તેલની વધતી કિંમતોના કારણે ખાનગી કંપનીઓના વેચાણમાં ખોટ થઈ હોવાનુ જણાવાઈ રહ્યુ છે. તેથી હવે તેમણે સપ્લાય બંધ કરી દીધો છે. છેલ્લા કેટલાક દિવસથી કાચા તેલ ૧૨૦થી ૧૨૫ ડોલર પ્રતિ બેરલ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાઈ રહ્યુ છે. દિલ્હી અને રાજસ્થાનમાં સૌથી વધારે સંકટ જોવા મળી રહ્યુ છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનના અધ્યક્ષ અજય બંસલે દિલ્હીથી જણાવ્યુ કે હજુ દિલ્હીમાં પુરવઠામાં કોઈ ખાસ મુશ્કેલી નથી પરંતુ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલ પુરવઠાનો ક્વોટા શરૂ કરી દીધો છે. પહેલા આ પ્રકારનો ક્વોટા નહોતો, પરંતુ પંપ ડીલરોને વધારેમાં વધારે માલ ઉઠાવવા માટે કહેવામાં આવતુ હતુ. હવે પેટ્રોલ પંપનો ક્વોટા નક્કી કરી દેવાયો છે. દરેક પેટ્રોલ પંપને તેમના ક્વોટા અનુસાર જ પેટ્રોલ-ડીઝલની સપ્લાય કરવામાં આવી રહી છે. ભારત સરકાર ઝડપથી આ સંકટને હલ કરવા પર કામ કરી રહી છે અને આજે સ્થિતિ ૧૪ જૂન કરતા સારી છે. ૩થી ૪ દિવસમાં પરિસ્થિતિ સમગ્ર રીતે સામાન્ય થઈ જવાની આશા છે.

Previous articleઅગ્નિવીરોને CAPFs-આસામ રાઈફલ્સમાં મળશે પ્રાથમિકતા
Next articleહવેથી જન્મ અને મૃત્યુના ડેટાને આધાર કાર્ડ સાથે જોડવામાં આવશે