કૉંગ્રેસનો નવતર વિરોધ ભાવનગર યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચારના આક્ષેપનો મામલો, કોંગી કાર્યકરોએ કુલપતિને ગણિત પાકુ કરવા ‘આંક’ આપ્યા

18

સેલ્ફ ફાઈનાન્સ કોલેજોએ કરેલો ફી વધારો પરત ખેંચવાની માગ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી વધતાં જતાં ભ્રષ્ટાચાર સાથે ગેરરીતિઓ મુદ્દે ભાવનગર શહેર યુથ કોંગ્રેસ તથા NSUI ભાવનગર દ્વારા કુલપતિને ટેન્ડર પ્રક્રિયા આંકડાની ભૂલ આવતા આંક આપીને આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો. ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી નું નામ ભાવનગર યુનિવર્સિટી સાથે જોડાયેલું છે આ નામને કલંક ન લાગે એ હેતુસર ! ભાવનગર યુથ કોંગ્રેસ તથા NSUI દ્વારા એમ.કે ભાવ.યુનિવર્સિટીમાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર મુદ્દે તથા અગાઉ યુથ કોંગ્રેસ-NSUI દ્વારા વિવિધ પડતર માંગણી-પ્રશ્નો મુદ્દે કુલપતિને કરવામાં આવેલી રજૂઆત બાદ સમય અવધિ સમાપ્ત થતાં પડતર પ્રશ્નોની ઉઘરાણી મુદ્દે યુથ કોંગ્રેસ તથા NSUI સંયુક્ત ઉપક્રમે યુ.નિ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાનું એલાન કર્યું હતું. જે અંતર્ગત આજરોજ EC કમિટી ની બેઠક હોય ત્યારે કોંગી કાર્યકરો રજૂઆત કરવા આવ્યાં હતાં. કોંગી સભ્યોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં જે 15 ટકા ફી નો વધારો કરવામાં આવ્યો છે એ પરત ખેંચવામાં આવે, તદ્દ ઉપરાંત ટેન્ડર પ્રક્રિયા જે છે એમાં જાણીજોઈને ભૂલ કરી રાજકીય કિન્નાખોરી રાખી રાજકીય વ્યકિતઓ સાથે સંકળાયેલા વેન્ડરોને ટેન્ડર મળે એવી ગોઠવણ યુનિવર્સિટીના સત્તાધીશો કરી રહ્યાં છે. આ ઉપરાંત ઈસીનું ગણિત કાચું હોય એવું કોંગ્રેસના સભ્યોને લાગી રહ્યું છે આથી ગણિત પાકું કરવા માટે “આંક” આપ્યા છે. .

Previous articleજો રુટ ટેસ્ટનો નંબર બન બેટ્‌સમેન બન્યો ટોપ-૧૦માં ટીમ ઈન્ડીયાના બે ખેલાડીઓ સામેલ
Next articleભાવનગરમાં 11 કરોડના ખર્ચે 10 મહિના પહેલાં અપાયેલું રોડનું કામ હજુ શરૂ ન થયું, રોડ વચ્ચે ઉતારેલી કપચી અકસ્માતને આમંત્રણ આપે છે