અગ્નિવીરોને સામાન્ય જવાન જેવી સુવિધા મળશે : ૧ કરોડનો વીમો

14

અગ્નિવીરોએ ભરતી થવા માટે તે પ્રમાણ પત્ર આપવું પડશે કે તે કોઈ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં સામેલ રહ્યા નથી
નવી દિલ્હી, તા.૧૯
કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને લાખો યુવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. દેશના ઘણા રાજ્યમાં આ વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું છે. આ વચ્ચે ત્રણેય સેનાઓ દ્વારા એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. જેમાં આ યોજના વિશે જણાવવામાં આવ્યું છે. સેના તરફથી કહેવામાં આવ્યું કે આ રિફોર્મ પહેલા થવાનું હતું. ૧૯૮૯થી આ કામ શરૂ થયું હતું. અમારી ઈચ્છા હતી કે આ કામ શરૂ થાય, તેના પર સતત કામ ચાલી રહ્યું હતું. જેમાં કમાન્ડિંગ ઓફિસરની ઉંમર ઘટાડવામાં આવી, આવા ઘણા ફેરફાર થયા. ત્રણેય સેનાઓની પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે, અમારે યૂથફુલ પ્રોફાઇલ જોઈએ. તમને બધાને ખ્યાલ છે કે ૨૦૩૦માં આપણા દેશમાં ૫૦ ટકા લોકો ૨૫ વર્ષથી નાની ઉંમરના હશે. શું તે સારૂ લાગે છે કે દેશની સેના જે રક્ષા કરી રહી છે તે ૩૨ વર્ષની હોય. અમારો પ્રયાસ છે કે આપણે યંગ થઈ જઈએ. આ વિશે ઘણા લોકો વિશે વાતચીત કરવામાં આવી, બહારના દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો. બધા દેશોમાં જોવામાં આવ્યું કે ઉંમર ૨૬, ૨૭ અને ૨૮ વર્ષ હતી. ભરતી થવાની ત્રણ-ચાર રીત છે. બધામાં કોઈપણ ગમે ત્યારે બહાર નિકળી શકે છે. તે દેશોમાં પણ તેવા પડકાર છે જે આપણા યુથની સામે છે. સેના તરફથી કહેવામાં આવ્યું કે યુથની પાસે જનૂન અને જુસ્સો વધુ છે. પરંતુ તેની સાથે અમારે હોશની પણ જરૂર છે. સિપાહીને જોશ માનવામાં આવશે, ત્યારબાદ હવાલદારથી ઉપરના તમામ લોકો હોશવાળી કેટેગરીમાં આવે છે. અમે તે ઈચ્છીએ છીએ કે જોશ અને હોશ બરાબર થઈ જાય. ત્રણેય સેવાઓમાં જવાન જલદી પેન્શન લઈ રહ્યાં છે. હજારો જવાન ૩૫ વર્ષની ઉંમરમાં બહાર જતા રહે છે. આજે અમે તે નથી કહ્યું કે તે બહાર જઈને શું કામ કરી રહ્યાં છે. તેના તરફથી કહેવામાં આવ્યું કે કાલે ડ્રોન વોરફેયર થશે, આજે એક ટેન્કનેકોઈ વ્યક્તિ નહીં પરંતુ ડ્રોન ચલાવી રહ્યું છે. તે માટે અલગ પ્રકારના લોકો જોઈએ. તે ભારતના નવયુવાનો છે, કારણ કે તે ટેક્નોલોજી સાથે પેદા થયા છે. તે ગામડાથી આવે છે. જો ૭૦ ટકા જવાન ગામડાથી આવે છે તો તેને જોઈને તમામ નિર્ણય લેવાના છે. તેની પાસે ત્યાં પર ખેતર છે કે પછી કોઈ નાનો વ્યવસાય છે. ઉંમરમાં અમે કોઈ ફેરફાર કર્યો નથી.
સેના તરફથી જણાવવામાં આવ્યું કે એક સેવાનિધિ યોજના છે, જેમાં અગ્નિવીરનું યોગદાન ૫ લાખનું છે, સરકાર પોતાના તરફથી ૫ લાખ આપશે. તેના તમામ એલાઉન્સ સેમ હશે. તેમાં અને જવાનમાં કોઈ અંતર હશે નહીં. કારણ કે તે અમારી સાથે જ લડશે. તેવી કોઈ શક્યતા નથી કે અમે તેને ઓછા આંકીએ. સેનામાં શહીદ થવા પર ૧ કરોડનો વીમો મળશે. જેના પર કોઈ પ્રકારનો ટેક્સ આપવો પડશે નહીં. અગ્નિવીરોએ ભરતી થવા માટે તે પ્રમાણ પત્ર આપવું પડશે કે તે કોઈ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં સામેલ રહ્યા નથી. ત્યારબાદ પોલીસ વેરિફિકેશન થશે. પોલીસ વેરિફિકેશન દરમિયાન તે જોવામાં આવશે કે ઉમેદવાર કોઈ પ્રદર્શનમાં સામેલ થશો છે કે નહીં. અગ્નિપથ યોજના પર લેફ્ટિનેન્ટ જનરલ બંસી પોનપ્પાએ જણાવ્યુ કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આપણે ૨૫૦૦૦ અગ્નિવીરની પ્રથમ બેચ મળશે અને બીજી બેચ ફેબ્રુઆરી ૨૦૨૩ની આસપાસ સામેલ કરવામાં આવશે, જેમાં ૪૦,૦૦૦ની ભરતી થશે. થોડા દિવસ બાદ આપણા ઇનટેક વધશે. તે ૯૦ હજાર સુધી થઈ જશે. અમે સેનાની કેપિસિટી વધારીશું. ૧૭.૭થી ૨૩ વર્ષ કરવાનો ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો કારણ કે કોવિડને કારણે બે વર્ષ સુધી યુવાઓને તક મળી નથી. હવે તેને તક મળશે. આજે જવાનોને જે પેડ એલાઉન્ટ મળી રહ્યું છે તેનાથી કંઈ ઓછુ નથી. સેનાની નોકરી એક જુસ્સો છે, તેને પે સાથે ન જોડી શકાય. ડીએમએના એડિશનલ સેક્રેટરી, લેફ્ટિનેન્ટ જનરલ અનિલ પુરી અને ત્રણેય સેનાના એચઆર હેડ આ પત્રકાર પરિષદમાં હાજર હતા. જેમાં થલસેનાથી લેફ્ટિનેન્ટ જનરલ સીપી પોનપ્પા, વાયુવેનાથી એર ઓફિસર પર્સનૈલ એર માર્શલ એસ કે ઝા અને નૌસેનાથી વાઇસ એડમિરલ ડીકે ત્રિપાઠી સામેલ છે.

Previous articleઅગ્નિવીરોને વર્ષમાં ૩૦ દિવસ રજા, વીમા કવર સહિતની સુવિધા મળશે
Next articleચીને ૧૯૯૩ અને ૧૯૯૬ના કરારનું ઉલ્લંઘન કર્યું છે : એસ જયશંકર