ભાવનગરની કોલેજોમાં તા.૧૧ જુલાઇથી પ્રથમ સેમેસ્ટરનો અભ્યાસ શરૂ થશે

11

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ૨૦૨૨-૨૩ના નવા શૈક્ષણિક વર્ષમાં શિક્ષણનો આરંભ થઇ ગયો છે. આ સાથે યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષનું એકેડેમિક કેલેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય આગામી તારીખ ૧૧ જૂલાઇથી શરૂ થશે જ્યારે ત્રીજા અને પાંચમા સેમેસ્ટર સ્નાતક કક્ષા તેમજ ત્રીજા સેમિસ્ટર અનુસ્નાતક કક્ષાના શૈક્ષણિક કાર્યનો ગત તારીખ ૧૫ જૂનથી આરંભ થઇ ગયો છે. આમ ભાવનગરની કોલેજોમાં તા.૧૧ જુલાઇથી પ્રથમ સેમેસ્ટરનો પ્રારંભ થશે. પ્રથમ સત્રમાં સ્નાતક કક્ષાએ સેમેસ્ટર ત્રીજા અને પાંચમાં સેમેસ્ટરની પરીક્ષાઓ તા.૧૦થી ૧૭ ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. જ્યારે અનુસ્નાતક કક્ષાએ ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાઓ ૧૪થી ૧૮મી નવેમ્બર દરમિયાન લેવામાં આવશે. કોલેજોમાં દિવાળી વેકેશન ૨૧ દિવસનું રહેશે જે ૧૯ ઓક્ટોબરથી ૮ નવેમ્બર દરમિયાન રાખવામાં આવ્યું છે. કોલેજમાં ત્રીજા અને પાંચમા સેમેસ્ટરમાં આંતરિક પરીક્ષાઓ તારીખ ૭ ઓક્ટોબરથી અને અનુસ્નાતક કક્ષાએ આંતરિક પરીક્ષા ૧૭ ઓક્ટોબર પહેલા તેમજ યોજી અને પીજી સેમેસ્ટર-૧ તથા તમામ ડિપ્લોમાની આંતરિક પરીક્ષાઓ તારીખ ૧૬ નવેમ્બર,૨૦૨૨ પહેલા પૂર્ણ કરવાની રહેશે.દ્વિતીય સત્રમાં તારીખ ૧૦ નવેમ્બરથી ૩ માર્ચ સુધી ૯૫ દિવસ અભ્યાસના રહેશે. બીજા સત્રમાં કોલેજ કક્ષાએ આંતરિક પરીક્ષા અંતર્ગત સ્નાતક કક્ષાની ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરની આંતરિક પરીક્ષાઓ ૧લી માર્ચ ૨૦૨૩ અને પીજી સેમેસ્ટર-૪ની આંતરિક પરીક્ષાઓ ૧૩ માર્ચ,૨૦૨૩ પહેલા તેમજ પીજી અને યુજી સેમેસ્ટર-૨ તથા તમામ ડિપ્લોમાની આંતરિક પરીક્ષાઓ ૨૨ માર્ચ, ૨૦૨૩ પહેલા પૂર્ણ કરવાની રહેશે.

Previous articleશહેરમાં રથયાત્રાનો કેસરીયો માહોલ
Next articleફ્લાય ઓવરબ્રિજના બેરિંગના ટેસ્ટિંગ માટે સીટી એન્જિનિયર સહિતના નાશીક પહોંચ્યા