સમરસ હોસ્ટેલના એક રૃમમાં બે થી વધુ વિદ્યાર્થીઓને રહેવાની મંજૂરી નહિ

251

કોરોના સંક્રમણ ઘટતાં હવે કોવિડ -૧૯ ડેઝીગ્નેટ સેન્ટર તરીકે કાર્યરત રાજ્ય સરકાર સંચાલિત તમામ સમરસ હોસ્ટેલવિદ્યાર્થીઓના આવાસ – નિવાસ માટે પૂનઃ શરુ કરવા પણ શિક્ષણ વિભાગે ગાઈડલાઈન જારી કરી છે . સમરસ હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવાની મંજૂરી નહિં આપવામાં આવે . આ ગાઈડલાઈનમાં જણાવ્યા અનુસાર , સમરસ હોસ્ટેલ પૂનઃ શરૂ કરતાં પહેલાં તકેદારીના પગલાંરુપે હાથની સ્વચ્છતા , સામાજિક અંતર અને અન્ય આવશ્યક પગલાંઓ સુનિશ્ચિત કરવાના રહેશે . હોસ્ટેલમાં એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવા મંજૂરી નહિ અપાય એટલું જ નહિ કોવિડ -૧૯ ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહી , હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ સુનિશ્ચિત કરવાનું રહેશે . ભીડને ટાળીને જમવાના રૃમમાં કે કિચનમાં પૂરેપૂરી સ્વચ્છતા જાળવવાની રહેશે . નાના સમૂહોમાં ભોજન પીરસવાનું રહેશે . વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે રુમમાં ભોજનની વ્યવસ્થા સરળ અને વિનાવિલંબે ઉપલબ્ધ થઇ શકે તે રીતે ગોઠવણ કરવાની રહેશે . હોસ્ટેલના કેમ્પસમાં કોઇ ભીડ ન થાય તે રીતે આયોજન કરવાનું રહેશે અને તે માટે વિદ્યાર્થીઓની સંખ્યાને યોગ્ય રીતે મર્યાદિત કરવાની રહેશે . આ માટે વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવાના રહેશે . વિદ્યાર્થીઓ હોસ્ટેલ કેમ્પસમાં સ્વયં – શિસ્ત અને કોવિડ સંબંધિત કાળજીભર્યા વર્તનનું પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે . વિદ્યાર્થીઓએ નિયમિત અને યોગ્ય રીતે હાથની સ્વચ્છતા જાળવવી સામાજિક અંતર જાળવવાનુ રહેશે . આંખ , નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળીને ફેસ માસ્ક પહેરવુંનું પાલન કરવાનું રહેશે . છાત્રોને મેળાવડાની મંજૂરી આપી શકાશે નહિ હોસ્ટેલના દરેક ફ્લોર પર સેનીટાઇઝર આપવાના રહેશે તથા વિદ્યાર્થીઓ / સ્ટાફ સાથે વસ્તુઓની આપ – લે કર્યા પછી , દિવાલો , દરવાજા , દરવાજાના હેન્ડલ , સીડીની રેલીંગ , સ્વીચો વગેરે જેવી સપાટીઓને સ્પર્શ કર્યા પછી એનીટાઇઝરનો ઉપયોગ કરવો હિતાવહ છે . કોવિડથી સાવચેતીના ભાગ રુપે સ્વ – શિસ્તની બાબત તરીકે વોશરૂમનો ઉપયોગ કરતી વખતે પણ સામાજિક અંતરનાં ધોરણોનું પાલન અપેક્ષિત છે . કોરિડોરમાં સામાજિક અંતર જાળવવું જોઇએ , કોઇ વિદ્યાર્થીઓના મેળાવડાની મંજૂરી આપી શકાશે નહી .

Previous articleકેન્દ્ર કરે પ્રોત્સાહનની વાત રાજય આપે નોટિસ : શીપ બ્રેકર્સ પરેશાન
Next articleઅંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરીયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરાયું