બોલિવુડ અભિનેત્રી રેખા મહારાણી જેવું જીવન જીવે છે

21

મુંબઈ, તા.૫
૬૭ વર્ષીય એક્ટ્રેસ રેખા કે જેઓ આજકાલ ફિલ્મોથી દૂર છે તેઓ આલીશાન રીતે જીવન પસાર કરી રહ્યા છે. ભાનુરેખા ગણેશન એટલે કે એક્ટ્રેસ રેખાનો જન્મ તારીખ ૧૦ ઓક્ટોબર, ૧૯૫૪ના રોજ ચેન્નઈમાં થયો. તેમણે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પોતાના જીવનના ૫૦ વર્ષ આપ્યા અને આ દરમિયાન ૧૯૦ કરતા પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું. તેઓ પાસે મુંબઈ અને હૈદરાબાદમાં ઘણી પ્રોપર્ટી છે. તેમજ ઘણી મોંઘી ગાડીઓ અને ચમકદાર સાડીઓનું પણ કલેક્શન છે રિપોર્ટ્‌સ મુજબ, એક્ટ્રેસ રેખા એક ફિલ્મ માટે ૧૩થી ૧૪ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય તેઓ બ્રાન્ડ પ્રમોશનથી પણ ખાસ્સી કમાણી કરે છે. આ માટે તેઓ આશરે રૂપિયા ૫ કરોડ ચાર્જ કરે છે. તેઓ મુંબઈના બાંદ્રાના બેન્ડસ્ટેન્ડમાં રહે છે અને તેઓના ઘરની કિંમત પણ કરોડોમાં છે. રિપોર્ટ મુજબ, એક્ટ્રેસ રેખા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. લાઈમલાઈટથી દૂર રહેતા રેખાને મોંઘી ગાડીઓનો પણ શોખ છે. તેઓ પાસે અત્યારે મોંઘી ગાડીઓનું કલેક્શન છે. પદ્મ શ્રી પુરસ્કાર વિજેતા એક્ટ્રેસ રેખા ક્યારેક જ ઘરની બહાર નીકળે છે. પણ, જ્યારે તેઓ ઘરની બહાર નીકળે ત્યારે મોંઘી અને ચમકદાર સાડીઓમાં જોવા મળે છે. આ સિવાય તેઓ પાસે ઘણી બધી ગોલ્ડ જ્વેલરી હોવાનું પણ જાણવા મળે છે. એક્ટ્રેસ રેખાની જાણીતી બોલિવૂડ ફિલ્મો ખૂબસુરત, મુકદ્દર કા સિકંદર, ઘર, ઉમરાવ જાન, ખૂન ભરી માગ, ઉત્સવ, ઝુબૈદા, લજ્જા, કોઈ મિલ ગયા, ખિલાડીયો કા ખિલાડી, જીવનધારા, મુજે ઈન્સાફ ચાહિયે, ફૂલ બને અંગારે, જુદાઈ, આસ્થા, સિલસિલા વગેરે છે. એક્ટ્રેસ રેખાને વર્ષ ૧૯૮૨માં આવેલી ફિલ્મ ’ઉમરાવ જાન’ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. એક્ટિંગ સિવાય તેઓ રાજનીતિ ક્ષેત્રે પણ વ્યસ્ત છે. તેઓની પ્રાઈવેટ લાઈફ અને જાહેર જીવન હંમેશાં ચર્ચામાં રહ્યું છે. વર્ષ ૧૯૭૦ના દાયકામાં રેખા અને અમિતાભ બચ્ચનના અફેરની પણ ખાસ્સી ચર્ચા હતી. ત્યારે વર્ષ ૧૯૮૧માં આવેલી ફિલ્મ ’સિલસિલા’ ખાસ્સી ચર્ચામાં આવી હતી.

Previous articleભારતીય જનતા પાર્ટી દ્વારા ખોડિયાર મંદિર ખાતે વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન મેગા કેમ્પ યોજાયો
Next articleટેસ્ટ શ્રેણીમાં ૨૩ વિકેટ સાથે બુમરાહે કપિલનો રેકોર્ડ તોડ્યો