ઈંગ્લીશ દારૂની ૧પર૪ બોટલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા : દારૂની રેલમછેલ

1041

 

ભાવનગર શહેર અને જિલ્લામાં દારૂની રેલમછેલ થતી હોય તેમ ભાવનગર પોલીસ રોજ એક ઈંગ્લીશ અને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડે છે છતાં બુટલેગરો ઈંગ્લીશ દારૂનું વેચાણ કરવાનું બંધ નથી કરતા ગુજરાત સરકાર દ્વારા દારૂના વેચાણ પરના કાયદા પણ કડક બનાવ્યા હોવા છતાં બુટલેગરોને કાયદાનો કોઈ ડર ન હોય તેમ ભાવનગર શહેર અને જિલ્લામાં દારૂની રેલમછેલ કરી રહ્યાં છે. જેમાં આજરોજ એસઓજી ટીમ અને પાલીતાણા રૂરલ પોલીસે બડેલી ગામની વાડીમાં રેડ કરી ઈંગ્લીશ દારૂનો મસમોટા જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી લીધા હતા.

એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી. પરમાર તથા એસ.ઓ.જી. સ્ટાફ તથા પાલીતાણા રૂરલ પો.સ્ટે.ના પ્રો. પોલીસ સબ ઇન્સ. આર.એચ. બાર, સ્ટાફના માણસો ગત રાત્રીના પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથે પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણાની સંયુકત બાતમી આધારે પાલીતાણાના બડેલી ગામના બીપીનસિંહ ઉર્ફે બ્રીજરાજસિંહ રવુભા ગોહીલની વાડીએ પ્રોહી. અંગેની રેઇડ કરતા વાડીમાં નળમાંથી ઘાસ તથા તલસરા નીચે તથા ફોર્ડ ફીગો કાર નંબર જીજે ૦૧ કેએન ૨૬૫૨માં છુપાવી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની નાની-મોટી સીલપેક બોટલ નંગ-૧૫૨૪  (પેટી નંગ-૧૦૫)  કિ.રૂ઼. ૩,૭૮,૦૦૦ તથા મોબાઇલ ફોન-૫ કિ.રૂ઼ ૯૫૦૦/- તથા કાર-૧ કિ.રૂ઼. ૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬,૩૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી બીપીનસિંહ ઉર્ફે બ્રીજરાજસિંહ રવુભા ગોહિલ રહે. બડેલી તા.પાલીતાણા, ભાવેશભાઇ ઉર્ફે બાબુ જેઠાભાઇ ચાવડા રહે. શિહોર, અલ્પેશભાઇ ઉર્ફે લાલો મનુભાઇ મકવાણા રહે. ભરતનગર ભાવનગરવાળાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ. આગળની તપાસ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર ચલાવી રહ્યા છે.  આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર તથા પાલીતાણા રૂરલ પો.સ્ટે.ના પ્રો.પોલીસ સબ ઇન્સ. આર.એચ.બાર, એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. બલવીરસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ ગોહિલ, જગદીશભાઇ મારૂ, પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા, નિતીનભાઇ ખટાણા, સોહિલભાઇ ચોકીયા જોડાયા હતા.

Previous articleતાપમાન ૪૧ ડિગ્રી પર સ્થિર ૩૬ કી.મી.ની ઝડપે પવન ફુંકાયો
Next articleડ્રાયવિંગ લાયસન્સ એક્સપાયરી ડેટ પહેલા પણ રિન્યુ થઈ શકશે