મકાનની અગાશીમાં રાખેલ કડબના જથ્થામાં આગ લાગી

7

શહેરના તળાજા રોડ, મીરાકુંજ સામે આવેલ મકાનમાં અગાશી ઉપર રાખેલી કડબના જથ્થામાં આગ લાગતા કડબ બળી જવા પામેલ.
ફાયર બ્રિગેડમાંથી જાણવા મળ્યા મુજબ શહેરના તળાજા રોડ પર મીરાકુંજ સામે રત્નાભાઇ સોંડાભાઇ હસોટીયાના મકાનની અગાશી ઉપર ઢોર માટે કડબનો જથ્થો રાખવામાં આવેલ. જેમાં અચાનક આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે જઇને પાણી છાંટી આગ બુજાવી દીધેલ. આગનું કારણ કે નુકશાની જાણવા મળેલ નથી.