સૌરાષ્ટ્રના અમરેલી – ગારિયાધારમાં મેઘાનું આગમન

2368

ભાવનગર જિલ્લાના ગારિયાધાર- પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે પરંતુ ભાવનગર શહેર તથા અન્ય પંથકમાં તીવ્ર તડકા સાથે ભારે બફારાનો અનુભવ લોકો કરીર હ્યા છે. અને વરસાદની કાગડોળે રાહે જોવાઈ રહી છે.

જુન માસનો પ્રારંભ થઈ ચુકયો છે. ર દિવસ પુર્ણ થઈ ચૂકયા છે. ત્યારે સરકારી ચોપડે સત્તાવાર ચોમાસુ નોંધાઈ ગયું છે. પરંતુ રાાજયમાં કેટલા વિસ્તારોને બાદ કરતા અન્યત્ર તાપમાન ૪૦ ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે. લોકો હાલ પણ આકરા તાપ અને ભારે ભેજના કારણે અસહ્ય બફારાના કારણે પરસેવે તરબતર ભીંજાઈ રહ્યા છે. ત્યારે લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આવા ૪૧ ડીગ્રીના તાપમાન વચ્ચે પણ લોકો માટે હરખના વાવડ આવી રહ્યા છે.

ભાવનગર જિલ્લાને અડીને આવેલા અમરેલી જીલ્લામાં મેઘરાજાએ હસ્તક દિધી છે. અમરેલીના ધારી ચલાળા સહિતના પંથકમાં વરસાદએ હેત વરસાવ્યું છે એ સાથે સાથ વરસાદએ ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં હસ્તક દઈ જોરદાર એન્ટ્રી કરી ગામો ધમરોળ્યા છે. ગારિયાધાર, વાવડી સહિતના ગામોમાં બપોરના સમયે પ્રથમ તેજ પવન સાથે ભારે કડાકા-ભડાકા વીજ ચમકારા સાથે કરા પડ્યા હતાં. અને ધોધમાર વરસાદ પુટી પડ્યો હતો. અને માત્ર ર૪ કલાકમાં ર થી ત્રણ ઈંચ જેવો વરસાદ પડતા ચોમેર પાણી પાણી થઈ જવા પામ્યા હતાં. પ્રથમ વરસાદને પગલે ખેડુતો તથા આમ જનતામાં ખુશીનું મોજું ફરિવળ્યું હતું. ગ્રામ વિસ્તારમાં ટૂંકા સમયમાં ધોધમાર વરસાદને પગલે લોકો પોતાનો સર સામાન તથા ખેડૂતોએ પોતાની મોલાત પશુ ચારો પલળતો અટકાવવા દોડા દોડી કરી હતી. સારા વરસાદને પગલે પ્રથમ વરસાદે જ નદીઓ તથા નહેરાઓમાં પુર આવ્યા હતાં. આકરા તાપમાંથી લોકોને મુકિત મળી હતી. બાળકો પ્રથમ વરસાદમાં ભીંજાવાની મનભરીને મજા માણીહ તી. તો બીજી તરફ ભાવનગર શહેર તથા અન્ય તાલુકાઓમાં તાપમાન ૪૦ ડિગ્રી તાપમાન સાથે અંગદઝાડતો તાપ અને તીવ્ર બફારો યથાવત રહેવા પામ્યો છે. જો કે ઢળતી સાંજે ઠંડો પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી મહદ અંશે રાહત થવા પામી છે. હવે લોકો જલ્દીથી વરસાદ આવે તેવી કુદરતને પ્રાર્થના પણ કરી રહ્યા છે.

Previous article૫ાંચ જુનથી રાજયમાં પર્યાવરણ અને સ્વચ્છતા સાપ્તાહિક અભિયાન
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે