મહા.પા. દ્વારા ડ્રેનેઝની પ્રિમોન્સુન કામગીરી કાગળ પર કંડારી

1363

ચાલુ વર્ષનાં ચોમાસાની શરૂઆત થાય તે પૂર્વે તંત્રએ કરેલી ? કામગીરી ખુલ્લી પડે છે શહેર મધ્યે ડ્રેનેઝની વધતી જતા સમસ્યા લોકો માટે સિરદર્દ સમી સમસ્યા બની રહી છે.

ભાવનગર મહાનગરપાલિકા સમગ્ર રાજ્યની મહાનગર પાલિકાની મહા.પાલિકાની તુલનાએ શહેરીજનો પાસેથી સર્વાધીક વેરો વસુલતી મહા.પા. છે. મોટી રકમનો વેરો વસુલતી મહાનગર પાલિકા શહેરીજનોને ઉચીત પ્રાથમિક સવલતો પ્રદાન કરવામુાં હર હાલ હંમેશ અકોણાઈ કરી રહી છે. પ્રતિવર્ષ ચોમાસા પૂર્વે તંત્ર ભ્રષ્ટાચારથી ભરપૂર પ્રિમોન્સુન કામગીરીનું આયોજન બધ્ધરીતે નાટક ભજવે છે. આ નાટક થકી શાસકો અધિકારી-પદાધિકારી તથા કોન્ટ્રાકટરો માટે બાર માસ માટેનું સાલીયાણુ (ખર્ચા પાણી) સરળતા પૂર્વક પ્રાપ્ત થઈ જાય છે. એકથી દોઢ માસના સમયગાળા દરમિયાન તંત્ર ડ્રેનેજ સાફ સફાીના નામે લાખ્ખો રૂપીયાનો ખર્ચ સરકારી ચોપડે ઉધારે છે પરંતુ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.

ડ્રેનેઝની સમસ્યાને લઈને પ્રત્યેક વિસ્તારોમાં વ્યાપક ફરિયાદો લોકો કરી રહ્યા છે ત્યારે આ સમસ્યાના મુળ સુધી પહોચી તપાસ હાથ ધરેલ જેમાં એવા પ્રકારે હકીકત જાણવા મળી છે કે શહેરના કાળાનાળાથી લઈને દાણાપીઠ સુધીના તમામ વિસ્તારો અને નવાપરામાં આવેલ ભૂગર્ભ ડ્રેનેજ લાઈનો વર્ષો જુની હોય જેને લઈને તેની વહન ક્ષમતા પૂર્ણ થઈ ચુકી છે પરિણામે ઠેર ઠેર અંન્ડર ગ્રાઉન્ડ ભંગાણ થયેલ છે અધુરામાં પુરૂ પ્લાસ્ટીક સહિતનો કચરો પણ મેનહોલ તથા લાઈનમાં મોટી માત્રામાં એકઠો થવાના કારણે લાઈનો ચોક અપ થઈ જાય છે. આથી ડ્રેનેઝ પ્રશ્ન માત્ર ચોમાસા દરમિયાન જ નહિ પરંતુ બારે માસ પેચીદો બનેલો રહે છે આથી આ સમસ્યાનું નિરાકરણ નવી ડ્રેનેજ લાઈન નાંખવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચતો નથી તંત્ર દર વર્ષે લાખ્ખો રૂપીયા લાઈન સમારકામ અર્થે ખર્ચે છે તેના બદલે જો નવેસરથી લાઈન નાંખવા પાછળ ખર્ચ કરે તો લાંબા સમય સુધી આ અંગે કોઈ પણ પ્રશ્ન ન સર્જાય આ અંગે જાગૃત નાગરિકો દ્વારા અવાર નવાર રજુઆતો કરવા સાથે સત્તાધીશોના કાન આ મળ્યા છે. પરંતુ તંત્ર જો કોઈ ફર્ક પડતો નથી.

સૌથી વધુ હાલાકી વેઠી રહેલ વિસ્તારો

કાળાનાળા, ઉપરકોટ, નવાપરા, એમ.જી.રોડ, દાણાપીઠ, આંબાચોક, શેરડી પીઠનો ડેલો, પિરછલ્લા શેરી નિર્મળનગર, ડેરી રોડ, ભરતનગર, સુભાષનગર, દેવુબાગ, અનંતવાડી, સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગોથી લઈને લોકોના શૌચાલયો પણ ગંદકીના કારણે ઉભરાઈ રહ્યા છે. આ સંદર્ભે વાંરવાર ફરિયાદો નોંધાવા છતાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં ન આવતા લોકો સ્વખર્ચે ડ્રેનેજ લાઈનની કામગીરી કરાવી રહ્યા છે પરંતુ બે ત્રણ દિવસમાં જ ફરિ સમસ્યા શરૂ થઈ જાય છે. હાલ ચોમાસુ શરૂ પણ નથી થયુ ત્યાં આવી સ્થિતી છે તો ચોમાસા દરમિયાન કે.વી.સ્થિતી સર્જાશે તેવા સવાલો લોકોને મુંજવી રહ્યા છે.

યોગ્ય રીતે કામગીરી કરવામાં  નથી આવતી : વિપક્ષી નેતા

ગત વર્ષે ભાવનગર મહાનગર પાલિકાના ડ્રેનેજ વિભાગે પ્રિમોન્સુન કામગીરી રૂપે રૂા.૩૪ થી ૩૫ લાખનો ખર્ચ કર્યો હતો પરંતુ ૨ ઈંચ વરસાદ થતાની સાથે શહેરમાં પાણીનો ભરાવો થતાં ‘તરતુ ભાવનગર’થઈ જવા પામ્યુ હતું તંત્ર જે રકમનો ખર્ચ કરે છે તે પ્રજાના પરના પૈસાની કમાણી છે. મહા.પા.માં તમામ અધિકારીઓ પદાધિકારીઓ તથા શાસકો ભ્રષ્ટાચારમાં જ રચ્ય પચ્યા રહે છે આવી કામગીરીના કોન્ટ્રાકટટ પણ શાસક પક્ષના મળતીયાઓ પાસે હોય છે આથી અધિકારીઓ સાથે મિલીભગતના કારણે બીલ સરળતાથી પાસ થઈ જાય છે. કામચોર સફાઈ કામદારો ડ્રેનેજના જાળીયા સાફ કરી કામગીરી કર્યાનો સંતોષ માને છે આવી કામગીરી એટલે લાપસીમાં લીટા કરવા બરાબર છે.

– જયદિપસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા ભાવનગર મહાનગર પાલિકા

Previous articleનારી રોડ તોતીંગ ટ્રક ખુચી ગયો
Next articleપાલીતાણામા ખિલખિલાટ વાનના ડ્રાઈવરો નિયમિત પણે અનિયમીત