બોટાદની સગીરા પર દુષ્કર્મ કરનાર વિકલાંગ શખ્સને ૧૪ વર્ષની સજા

864
bvn3092017-5.jpg

ચાર વર્ષ પૂર્વે બોટાદના એક નરાધમ રત્નકલાકાર પરણિત અને બે પગે અપંગ શખ્સે તેના જ હિરાના કારખાનામાં હિરા ઘસવાનું કામ કરતી માસુમ સગીરાને લલચાવી ફોસલાવી તેની ઈચ્છા વિરૂધ્ધ અવારનવાર દુષ્કર્મ આચરી અને તેના ફોટા વાયરલ કર્યા અને ધાકધમકી આપ્યાનો કેસ નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સ્પે.જજ પાંચમાં એડીશનલ સેશન્સ જજની અદાલતમાં ચાલી જતા અદાલતે આ અંગેનો કેસ સાબીત માની આરોપીને ૧૪ વર્ષની કેદની સજા અને જુદી જુદી કલમો હેઠળ રૂા.૧ લાખનો રોકડ દંડ અને આ દંડ પૈકીની રૂા.૭પ હજાર પૈકીની રકમ ભોગ બનનાર સગીરાને વળતર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.
આરોપી બુધાભાઈ ભાવુભાઈ ડાભી (રે.ખોડીયારનગર, મગનદાદાની વાડી પાસે, બોટાદ) નામનો શખ્સ કે જે પરિણીત છે, બન્ને પગે અપંગ છે અને ખોડીયારનગરમાં હિરાનું કારખાનુ ધરાવતો હોય તેવા રત્નકલાકાર શખ્સે તેના જ કારખાનામાં હિરા ઘસવાનું કામ કરતી ૧ર વર્ષની સગીરા સાથે ગત તા.પ-૯-૧૩ થી બે વર્ષ દરમ્યાન આ ભોગ બનનારની બોટાદ ખાતે તેણીની મરજી વિરૂધ્ધ અવારનવાર શારીરિક સંબંધ બાંધી બિભત્સ વિડીયો ક્લીપ બનાવી અને તે વિડીયો ક્લીપોને નેટ વોટસઅપમાં વાયરલ કરી ભોગ બનનારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ, જેથી ભોગ બનનાર સગીરાએ જે તે સમયે પાળીયાદ પોલીસ મથકમાં ઉક્ત આરોપી બુધા ભાવુભાઈ ડાભી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ઈ.પી.કો. કલમ ૩૭૬, પ૦૪, પ૦૬ (ર), પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ, સેક્યુઅલ ઓફેન્સિસ એકટ ર૦૧ર (પોસ્કો)ની કલમ ૩, ૪, ૮ મુજબ અને આઈ.ટી. એક્ટ ૬૭ (એ) મુજબનો ગુનો નોંધ્યો હતો.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સ્પે.જજ અને પાંચમાં એડીશ્નલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એમ.જે. પરાશરની કોર્ટમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ વિનયકુમાર ઓઝાના માર્ગદર્શન હેઠળ સરકારી વકીલ ભરત વોરાની દલીલો, ૩પ સાહેદો, ૩૧ દસ્તાવેજી પુરાવા તેમજ જુદી-જુદી કોર્ટના જજમેન્ટો વિગેરે ધ્યાને લઈ આરોપી બુધા ભાવુભાઈ ડાભી સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોમ, સેક્સયુઅલ ઓફેન્સિસ એક્ટ ર૦૧ર (પોસ્કો)ની કલમ ૪ મુજબના ગુનામાં આરોપીને તકસીરવાન ઠરાવી ૧૪ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.ર૦ હજારનો રોકડ દંડ, આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સજા ઈપીકો કલમ પ૦૬ (ર) મુજબના ગુનામાં આરોપીને ૩ વર્ષની સજા અને રૂા.પ હજારનો દંડ અને આઈટી એક્ટની કલમ ૬૭ મુજબ આરોપીને ૩ વર્ષની સજા અને રૂા.૭પ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સજા, દંડની રકમ વસુલ આવે તેમાંથી રૂા.૮૦ હજાર ભોગ બનનાર સગીરાને વળતર તરીકે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

Previous articleકુકડ ગામે વાલ્મિકી સમાજના મઢ અને માતાજીના મંદિરનું થયેલુ ઉદ્દદ્યાટન
Next articleધોબી સોસાયટીમાં બહુચરાજીનો સ્વાંગ