કુકડ ગામે વાલ્મિકી સમાજના મઢ અને માતાજીના મંદિરનું થયેલુ ઉદ્દદ્યાટન

860
bvn3092017-1.jpg

ભાવનગર જિલ્લાના દ્યોદ્યા તાલુકાના કુકડ ગામે વાલ્મિકી સમાજ દાઠીયા પરિવાર દ્વારા કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરનું અને પિતૃદેવ કુળ દેવતાના મઢનુ કુકડ ગામના સરપંચ અશોકસિંહ ગોહિલની હાજરીમાં દિપ પ્રાગટયવિધી કેશવનાથ બાપુ ચિત્રા જે ભગવાન આશ્રમના મહંતના વરદ હસ્તે થયેલ. આ કાર્યક્રમમાં સમાજના આગેવાન વિનુભાઈ હાવલીયા, શિવલાલ બારૈયા, રતિલાલભાઈ વિગેરે હાજર રહેલ.
ભાવનગર અને મુંબઈ વસ્તા દાઠીયા પરીવારજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા. સરપંચ દ્વારા માતાજીને ફુલહાર થયા હતા. આ ધાર્મિક કાર્યક્રમ પ્રસંગે કુકડ ગામના વતની હાલ ભાવનગર રહેવાશી દાઠીયા પરીવારના અગ્રણી ભુપતભાઈ દાઠીયાએ વર્ષો પહેલા કુકડમાં વસ્તા દાઠીયા પરીવારની ટુંકી વિગત આપી સરપંચ સહિતના મહેમાનોનુ પુષ્પગુંચ્છોથી સ્વાગત કર્યુ હતુ. આ કાર્યક્રમ પ્રસંગે મુંબઈના દાઠીયા પરીવારના અગ્રણીઓ તુકારામભાઈ દાઠીયા, મુબઈ રૂખી સમાજ, દાઠીયા વોર્ડ વિસ્તારના મહામંત્રી હેમત દાઠીયા, કિશોર હિતેશભાઈ દાઠીયા, નિર્મળભાઈ, સંજયભાઈ, હરિશ દાઠીયા તથા ભાવનગરના વિનુભાઈ દાઠીયા, બી.સી.દાઠીયા કૌશીક દાઠીયા, ભરત દાઠીયા, દયાળુભાઈ, દિપક દાઠીયા, વિગેરે સમગ્ર દાઠીયા પરીવારજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

Previous articleવૃક્ષારોપણનો કાર્યક્રમ
Next articleબોટાદની સગીરા પર દુષ્કર્મ કરનાર વિકલાંગ શખ્સને ૧૪ વર્ષની સજા