દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ પદનું નામાંકન દાખલ કર્યું

3

વડાપ્રધાન તેમના પહેલા પ્રસ્તાવક બન્યા, રાજનાથ સિંહ, અમિત શાહ, નડ્ડાએ નામાંકન પત્ર પર હસ્તાક્ષર કર્યા
નવી દિલ્હી, તા.૨૪
ભાજપના નેતૃત્વવાળી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ પોતાનુ નામાંકન દાખલ કરી દીધુ છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પહેલા પ્રસ્તાવક બન્યા. જાણકારી અનુસાર મુર્મૂના ઉમેદવાર માટે ભાજપે નામાંકનના ચાર સેટ તૈયાર કર્યા છે. વડાપ્રધાન સિવાય, વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ નામાંકન પત્ર પર હસ્તાક્ષર કર્યા.દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતે એક ટ્‌વીટ કરીને આ જાણકારી આપી હતી અને મુલાકાતની તસવીર શેર કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ, દ્રૌપદી મુર્મૂ જી સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારીની સમગ્ર દેશમાં અને સમાજના તમામ વર્ગો દ્વારા વખાણ કરવામાં આવી રહ્યા છે. પાયાની સમસ્યાઓ પ્રત્યે તેમની સમજ અને ભારતના વિકાસને લઈને તેમની દ્રષ્ટિ ઉત્કૃષ્ટ છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ગુરૂવારે રાજગના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપ્યુ. જે આ પદ માટે પહેલા આદિવાસી મહિલા છે. રાજ્ય સરકારના એક સત્તાકીય નિવેદન અનુસાર- સીએમ જગનનુ કહેવુ છે કે તેમની પાર્ટી એસસી, એસટી, બીસી અને લઘુમતી સમુદાયોના પ્રતિનિધિત્વ પર હંમેશા જોર આપે છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી ૧૮ જુલાઈએ થશે. તે કોઈ પ્રમુખ રાજકીય દળ કે ગઠબંધનની ઓડિશાથી પહેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. તેઓ ઝારખંડના પહેલા મહિલા રાજ્યપાલ છે. તેમણે ૨૦૧૫થી ૨૦૨૧ સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે કાર્ય કર્યુ.