આઝાદીકા અમૃત મહોત્સવની ખરા અર્થમાં ઉજવણી..

9

સરકારી પ્રાથમિક શાળાની બાલિકાઓ બનશે આત્મ નિર્ભર..
ભાવનગર જિલ્લા પંચાયત સંચાલિત પાલિતાણાની શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી બહેનો આત્મ નિર્ભર બને તે માટે શાળાના ઇનોવેટિવ શિક્ષક નાથાભાઇ ચાવડા નું અનોખું આયોજન .બાલિકાઓ પોતાની શાળામાં જાહેર રજા ના દિવસે વેકેશન અને શાળા સમય પહેલા તજજ્ઞ બહેનો પાસે શિવણ કામ શીખી આત્મનિર્ભર બનશે..
પાલિતાનામાં સુલસા શ્રાવિકા ગ્રુપ ની બહેનો યોગી ગુરુ દેવની પ્રેરણા દ્વારા શાળા ને શિવણ માટે સંચા ની ભેટ આપી પોતાના સેવા કાર્ય માં વધારો કર્યો હતો. સરકારી શાળામાં સૌ પ્રથમ વખત સુલસા શ્રાવિકા કૌશલ્ય વર્ધન કેન્દ્ર ની શરૂઆત કરવામાં આવી.જેના માધ્યમથી બાલિકાઓ પોતાના પગ પર ઉભી રહે અને આત્મ નિર્ભર બને તે માટે ખાસ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે 15 ઓગષ્ટ ના રોજ આ કેન્દ્ર ખોલવામાં આવ્યું.. સુલસા કૌશલ્ય વર્ધન કેન્દ્ર જરૂરિયાત વાળી વિદ્યાર્થીનીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે સાથો સાથ નવી શિક્ષણ નીતિ નો ગોલ પૂર્ણ કરશે.પવિત્ર યાત્રાધામ પાલીતાણા ખાતે વિવિધ જૈન સંસ્થા પોતાના સેવાકીય કાર્યો આદિનાથ દાદાની કૃપાથી કોઈ પણ ભેદભાવ વગર કરે છે.આમ સરકારી શાળામાં શિવણ કલાસ માટે જરૂરી સાધનો પુરા પાડી ઉમદા કાર્ય કર્યું છે.ભવિષ્યમાં આ સંસ્થા ભાઈઓ ને પણ આત્મ નિર્ભર બનાવશે.