મતદાનનું મહાપર્વ શાંતિપૂર્વક પૂર્ણ : જિલ્લાનું ૬પ ટકા મતદાન

688
gandhi15122017-7.jpg

ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠકો માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્વ થયું હતું. જેમાં ગાંધીનગર (ઉ), ગાંધીનગર (દ), માણસા, દહેગામ તથા કલોલ બેઠકનું મળી આખા જિલ્લાનું સરેરાશ ૬પ ટકા મતદાન થયાના આંકડા મળ્યા છે. ગાંધીનગરમાં મહાનુભાવોમાં રાજયપાલ, મુખ્ય સચિવ, નરેન્દ્ર મોદીના માતા હિરાબા, શક્તિસિંહ ગોહિલ, વગેરેએ પોતાના મતદાન કેન્દ્રો પર મતદાન કર્યું હતું. જેથી વીઆઈપી મતદાતાની સાથે સાથે શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં મતદાતાઓએ મતદાન કરી લોકશાહીના સૌથી મોટા પર્વને ખૂબ જ ઉત્સાહથી અને શાંતિથી પૂર્ણ કર્યું હતું. આ સાથે જિલ્લાના તમામ ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમમાં સીલ થયું છે. ૧૮ તારીખે જ ખબર પડશે. 
ગાંધીનગર જિલ્લામાં સવારે ૮.૦૦ થી મતદાન શરૂ થઈ ગયું હતું જેમાં ગ્રામ્ય્‌ તથા શહેરી વિસ્તારમાં સવારથી જ મતદાનમાં ઉત્સાહ જોવા મળતો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી લાઈનો લાગી હતી સાવરે ૯.૦૦ સુધીમાં તો ૧૭ થી ૧૯ ટકા મતદાન થયેલું સરેરાશ જોવા મળ્યું હતું. ત્યારબાદ બપોર સુધીમાં ૪૦ થી ૪પ ટકા ગ્રામ્ય વિસ્તારમાં મતદાનના આંકડા નોંધાયા હતા. 
મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં નવા યુવાન મતદારો સાથે મોટી ઉંમરના તથા સૌ કોઈ મતદાનનો ઉપયોગ કરતાં જોવા મળ્યા હતા. બિમાર તથા દિવ્યાંગોને ખાસ વ્યવસ્થા કરી બુથ સુધી લાવવામાં આવ્યા હતા. જેમણે પણ ઉત્સાહ પૂર્વક મતદાનમાં ભાગ લીધો હતો. આખાય જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન થવા પામ્યું હતું. કયાંક કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના બની ન હતી આમ ગાંધીનગરની પાંચેય બેઠક માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે પુરૂ થયેલું જોવા મળ્યું હતું.