રાજુલાના ધારેશ્વર ગામે ડેમમાંથી લાશ મળી આવી

706
guj15122017-1.jpg

રાજુલા નજીક આવેલ ધારેશ્વર ગામમાં આવેલ ધાતરવડી ડેમ-૧માં કોઈક અજાણ્યા શખ્સની લાશ મળી આવેલ છે. પ્રાથમિક રીતે આ લાશ જોતા તેને માર મારેલ હોવાનું જણાઈ આવે છે તથા સંપૂર્ણ નિવસ્ત્ર હાલતમાં આ લાશ મળી આવતા આ સંબંધે તર્ક-વિતર્કો શરૂ થયેલા છે. આ અંગેની જાણ રાજુલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા આ લાશને હાલમાં પોસ્ટ મોર્ટમમાં મોકલવામાં આવેલ છે અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવેલ છે અને આ અંગેની વિગતો મેળવવા પોલીસ દ્વારા સઘન તપાસ યુ.ટી. જાડેજા દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવેલ છે.

Previous articleમતદાનનું મહાપર્વ શાંતિપૂર્વક પૂર્ણ : જિલ્લાનું ૬પ ટકા મતદાન
Next articleધોલેરાના આનંદપુર ખાતે ૧રપ વર્ષના શાન્તુબેને કર્યુ મતદાન