મહુવા એસ.ટી. સ્ટેન્ડમાં પેસેન્જરોના ખિસ્સા કાપતા શખ્સને પોલીસે ઝડપ્યો

788
bvn832018-4.jpg

મહુવા એસ.ટી. સ્ટેન્ડમાં ભાવનગર રૂટની લોકલ બસમાંપેસેન્જરોની ગીરદીમાં પેન્ટના ખિસ્સામાંથી રોકડ મત્તાની ચોરી કરનાર શખ્સને મહુવા પોલીસે રોકડ મત્તા સાથે ઝડપી લીધો હતો. 
મહુવા શહેરમાં ચોરીની ઘટનાઓ બનતી હોય, જેથી ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એ.માલ સાહેબ તથા મહુવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરીની સીધી સુચના તથા મહુવા પો.સ્ટેના  ઇન્ચાર્જ પો.ઇન્સ જે.પી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહુવા ડી.સ્ટાફ.ના હેડ.કોન્સ.જે.આર.આહીર, હેડ.કોન્સ.પી. એ.એસ.આઇ બી.બી.ગુજજર,  હેઙ.કોન્સ પી.આર.ગોહીલ, નરેશભાઇ બારૈયા,  બનેસંગભાઇ મોરી, બનેસંગભાઇ મકવાણા વગેરે ચોરીની તપાસ હતાં જેમાં ફરીયાદીના પેન્ટના  પાછળના ખિસ્સા માંથી રોકડ રૂપિયા ૫૨૦૦૦/-ની ચોરીનો ગુન્હો દાખલ થયેલ હોય જે આધારે સી.સી.ટી.વી ફુટેઝણમાં મળેલ શંકદારની તપાસમાં મહુવા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં  હતા દરમ્યાન ધાવડી ચોક માં સી.સી.ટી.વી ફુટેઝ આધારે બાતમી પો.કોન્સ બનેસંગભાઇ મોરી તથા નરેશભાઇ બારૈયાને મેળલ સયુકત બાતમી આધારે  ધાવડી ચોકમાં જતા શંકસ્પદ  હાલતમાં મળી આવતા ઇસમને  પુછપરછ કરતા પોતાનુ નામ ડાયાભાઇ રામજીભાઇ રાઠોડ ઉ.વ ૩૫ રહે. પીચડી તા.જાફરાવાદ જી.અમરેલી હાલ રખડતો ભટકતો વાળો ની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી રોકડ રકમ રૂપિયા ૩૪૬૫૦/- નો મુદામાલ ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે.અને મુદામાલ બાબતે ઉપરોક્ત આરોપીઓને પુછતા પોતે ગઇ તા. ૫/૩/૧૮ના રોજ મહુવા એસ.ટી.બસ સ્ટેન્ડમાં મહુવા -ભાવનગર રૂટની લોકલ બસમાં પેસેજરોની ગીરદીમાં એક અજાણ્યા માણસના પેન્ટના પાછળના ખિસ્સામાંથી  રોકડ રકમની ચોરી  કરેલાની કબુલાત આપેલ.

Previous articleઆડોડીયાવાસમાંથી બે અલગ-અલગ દરોડામાં દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
Next articleછેતરપીંડીના ગુનામાં ૧૪ વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો