બી.બી.એ કોલેજના વિદ્યાર્થીઓ ભરૂચ GNFC કંપનીના નીમ પ્રોજેક્ટની ઔધોગિક મુલાકાતે

799
gandhi26112017-4.jpg

ગાંધીનગર ની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બી.બી.એ) ના ૬૧ વિદ્યાર્થીઓ દક્ષીણ ગુજરાત માં ભરૂચ ખાતે આવેલ ભારત ની પ્રતિષ્ઠિત ય્દ્ગહ્લઝ્ર કંપનીના નીમ પ્રોજેક્ટ ની મુલાકાત કરી હતી.
કંપની તરફથી ભરતભાઈ પાટીલ સાહેબ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને ખુબ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. નીમ પ્રોજેક્ટની માહિતી આપતા તેઓએ કહ્યું કે સમગ્ર ભારતમાં એક માત્ર યુનિટ છે. જે લીમડા માંથી અલગ-અલગ વેરાઈટી પ્રોડક્ટ બનાવે છે. તેમજ તેની સાથે સાથે કંપની સબસીડી રેટ પર ખેડૂતોને નીમ કોટેડ યુરીયા પૂરું પાડે છે.જેની ખેતીમાં ખુબ આવશ્યકતા હોય છે. 
કંપની ફક્ત ફર્ટીલાઈઝર પ્રોડક્ટ્‌સમાં ૫૦૦૦ કરોડથી વધારેનું ટર્નઓવર કરે છે. સરકાર ફર્ટીલાઈઝર પ્રોડક્ટ્‌સમાં નીમ કોટિંગ કરી રહી છે. તે બાબત નો સર્જનાત્મક વિચાર ૨૦૧૪ માં ય્દ્ગહ્લઝ્ર દ્વારા આપવા માં આવેલ અને જેને સરકારે ૨૦૧૫થી ફરજીયાત અમલ કર્યો હતો. જેના કારણે ખેડુતોને ખુબ મોટા પ્રમાણમાં લાભ થશે. અને ખેતીમાં યોગ્ય સમયે રાસાયણિક ખાતર ઉપલબ્ધ થઇ શકશે. સાથેસાથે આ નીમ પ્રોજેક્ટથી ૨૦૧૫ સુધીમાં ૪,૫૦,૦૦૦ લોકોએ પ્રત્યક્ષ રીતે તેમજ ૨,૫૦,૦૦૦ પરોક્ષરીતે લાભ મેળવી ચુક્યા છે. આ લોકોએ વધારાની ૬૦ કરોડ જેટલી આવક આ પ્રોજેક્ટ ના કારણે મેળવી છે. જે ખુબ મહત્વપૂર્ણ સિદ્ધિ કહી શકાય. આ તથા રોજ ૨૧ મેટ્રિક ટન લીંબોળી ને પિલવા માં આવે છે. તેમજ તેમાંથી અલગ અલગ પ્રોડક્ટ જેવીકે લીમડાનો સાબુ, શેમ્પુ, હેન્ડવોશ, ફ્રેશવોશ તેમજ નીમ પ્રેસ્ટીસાઈડઝસ, નીમ હેર ઓઈલ જેવા પ્રોડક્ટ નું ઉત્પાદન કરે છે. તેમજ ઓર્ગેનિક પ્રેસ્ટીસાઈડઝસ ઓર્ગેનિક ર્ફામિંગ માં પણ નીમ પ્રોજેક્ટ મોટાપાયે કાર્ય કરી રહ્યું છે. સાથે સાથે કંપની મહિલા ઉત્થાન માટે કાર્ય કરી રહી છે. જેમાં અલગ અલગ ગામ માંથી કાચોમાલ એકત્રિત કરવામાં મદદ લે છે. અને તેનું તમામ મહિલાઓ ને પુરતું મહેનતાણું પણ ચુકવે છે.
કંપની ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર માં વધુમાં વધુ લીમડો નું વાવેતર તેમજ જતન થાય તે માટે જાગૃતિ ફેલાવે છે. જેનાથી પર્યાવરણને જાળવવા માં મદદ મળે.ખુબ મેનેજમેન્ટ અભ્યાસક્રમ માં અભ્યાસ કરતા બીબીએ ના વિદ્યાર્થીઓ માટે બિજનેસ સ્ટાર્ટઅપ માટે તેમજ રીટેલ આઉટલેટ માટે તેમજ ડીલરશીપ દ્વારા ખુબ સુંદર મેળવી શકે છે. સાથે સાથે જો નીમ પ્રોડક્ટ ઉત્પાદન કરવા ઈચ્છુક હોય તો ટ્રેનર ગોવિંદભાઈ પટેલ સાહેબ અને ય્દ્ગહ્લઝ્ર તેઓને તમામ તાલીમ આપવા તૈયારી બતાવી હતી. જેથી વિદ્યાર્થીઓ માં ખુશી ની લાગણી જોવા મળી હતી. સમગ્ર વર્કશોપ વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપયોગી સાબિત થશે તેમ વિદ્યાર્થીઓ એ તેમના અભિપ્રાય માં જણાવ્યું હતું. મેનેજમેન્ટ નાં વિદ્યાર્થીઓ ને બિજનેસ સાથે સીધો સબંધ છે. આથી આ મહત્વપૂર્ણ નિર્ણય ને યોગ્ય રીતે સમજી તેના અમલીકરણ માં મદદરૂપ થઈ શકે તેમ તેમણે જણાવ્યું હતું. ય્દ્ગહ્લઝ્ર ન્ંઙ્ઘ ને અલગ અલગ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. નીમ પ્રોજેક્ટ ના અભ્યાસ માટે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ તેમજ ઓક્સફર્ડ યુનીવર્સીટી ના વિદ્યાર્થીઓ પણ તાલીમ લઇ રહ્યા છે. ત્યારે ગુજરાત ની  એકમાત્ર બીબીએ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ વિદ્યાર્થીઓની હરોળ માં તાલીમ મેળવી યોગ્ય કારકિર્દી નું ઘડતર કરશે. જે યુનીવર્સીટી તેમજ કોલેજ માટે  આંનદની બાબત કહી શકાય.  
સમગ્ર મુલાકાત નું સફળતાપૂર્વક આયોજન કોલેજનાં આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ,પ્લેસમેન્ટ તેમજ ટ્રેનીંગ કમિટી નાં હેડ ડો.જયેશ તન્ના, ડો.આશિષ ભુવા, પ્રો.જાનકી દવે  દ્વારા થયું  હતું.