અંધઉદ્યોગ ખાતે ‘ધ્વનિ મુદ્રણ કેન્દ્ર’નો પ્રારંભ

629
bvn532018-10.jpg

પ્રક્ષાચક્ષુ વિદ્યાર્થીઓની જીજ્ઞાષા સંતોષવા  માટે અંધ ઉદ્યોગ શાળા ખાતે દાતાઓના સહયોગ થકી ‘ધ્વનિ મુદ્રણ કેન્દ્ર’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. 
શહેર મધ્યે આવેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા દ્વારા સંચાલિત અંધ .દ્યોગ શાળા ખાતે મોટી સંખ્યામાં પ્રજ્ઞા ચક્ષુઓ નધિભ્યાસ સાથે તાલીમ લઈ આત્મ નિર્ભર બની રહ્યા છે. 
અત્રે રહેતા બાળકોની યોગ્ય કેળવણી તથા ઉથ્થાન માટે સંસ્થાના મંત્રી લાભુભાઈ સોનાણી તથા તેમની ટીમ સતત પ્રયત્ન અને ચિંતન શીલ છે. આથી અત્રે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ વિવિધ જ્ઞાન પ્રાપ્ત કરવાની જીજ્ઞાષા સંતોષી શકેત ેવા ઉમદા હેતુસર અત્રે સ્વ. બકુલકુમાર બળવંતરાય સંઘવી ધ્વનિ મુદ્રણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 
આ પ્રસંગે દાતા પરિવાર શાળાના સંચાલક તથા શિક્ષકગણ સહિત આમંત્રીત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 

Previous articleવાલ્મીકી સમાજનો ૧૧મો સમુહ લગ્નોત્સવ યોજાયો
Next articleધોલેરાના નોગલા ગામે યોજેલ કેશલેસ કાર્યક્રમનો ફ્લોપ-શો : ગ્રામ્યજનોમાં આક્રોશ