વાલ્મીકી સમાજનો ૧૧મો સમુહ લગ્નોત્સવ યોજાયો

570
bvn532018-9.jpg

શહેરના આંગણે વાલ્મીકી સમાજ દ્વારા ૧૧મો સમુહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં ૧૩ યુગલોએ ગૃહસ્થાશ્રમના પંથે પ્રયાણ કર્યુ હતું.
સમસ્ત વાલ્મીકી જ્ઞાતિ સુધારક મંડળના ઉપક્રમે શહેરનાં શાંતિલાલ શાહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૧૧મો સમુહલગ્ન અવસર યોજાયો હતો જેમાં ૧૩ નવદંપતિઓએ પરિણય સુત્રના પવિત્ર બંધનમાં જોડાયા હતા આ નવદંપત્તિઓને આર્શિવાદ પાઠવવા પૂ.રમજુબાપુ (અંબિકા આશ્રમ સાંગાણા)પૂ.ઓલીયા બાપુ, કેશુબાપુ, સહિતના સંત ગણ ઉપરાંત પ્રદેશ બાજપા પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, મંત્રી વિભાવરીબેન દવે મેયર નિમુબેન બાંભણિયા ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, સહિતના રાજકિય સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વાલ્મીકી સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.