હાર્દિક થયો રઘવાયો, કહ્યું- હું કાયર નથી, હું બોલીશ, જેને જે કરવું હોય તે કરે

759
gandhi24122017-2.jpg

પાસ કન્વીનર છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય છે. ત્યારે હવે પાસના કન્વીનર હાર્દિક પટેલે પોતાના ફેસબુક અકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમા હાર્દિક પટેલે લખ્યુ છે કે, હું કાયરોની જેમ ઘરમાં બેસીને નહિ રહું.
ગુજરાતની જનતાને ગુલામીની ઝંઝીરોમાં નહિ જોઈ શકું. જનતા મને બોલતા અટકાવશે તો પણ હુ બોલીશ અને ગુજરાતની હિતોની વાત કરતો જ રહીશે. આ ઉપરાંત હાર્દિકે કહ્યું છે કે, હું ગુજરાતમાં સારા શિક્ષણ અને રોજગારી ઈચ્છુ છું. અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે મારી ઈચ્છા છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે પોતાના ફેસબુક પર આ પોસ્ટ મૂકીને સરકાર પર આડકતરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપની જીતને લઇ કહ્યું કે, હું કાયરોની જેમ ઘરમાં નહીં બેસી રહું. ગુજરાતની જનતાને ગુલામીની ઝંઝીરોમાં જોઇ નહીં શકું. જનતા મને બોલતા અટકાવશે છતાં પણ હું બોલીશ. જેને જે કરવું હોઇ તે કરી લે.